જુગાર રમવો એ એક ગેરકાનૂની રમત છે જેમાં લોકો રોકડ રકમને દાવ પર લગાવી દે ભરુચ જિલ્લા પોલીસે અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 30 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે કેટલાઈ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
નેત્રંગ પોલીસના જણાવ્યા પ્રમાણે ટાંકી ફળિયામાં મહાકાળી માતાજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11 હજાર અને ત્રણ ફોન મળી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નેત્રંગના જીન બજારના સુથાર ફળિયામાં રહેતા જુગારી ધના વસાવા, આકાશ વસાવા, સંદીપ રાજપૂતને ઝડપી પાડ્યો હતો જ્યારે બે જુગારી ફરાર થઈ ગયા હતા. નેત્રંગ પંથકમાથી જુદા જુદા સ્થળોએ જુગાર અંગેના દરોડાઓ પોલીસે પાડયા હતા. “દોલતપૂર તથા નવાનગર ગામની સીમમા બીપીનભાઇ વસોયાના ખેતર નજીક શેરડીના શેઢા ઉપર ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે” જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પોલીસ રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૯ આરોપી પકડાઈ ગયેલ તે તમામ આરોપીઓની અંગ જડતીમાથી રોકડા રૂપયા ૧,૪૦,૫૦૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૨૯,૭૮૦/- મળી કુલ રોકડા રૂ.૧,૬૯,૭૮૦/- તથા મો.નંગ -૨ કિં.રૂ ૧૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૭૦,૭૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર પોલીસના જણાવ્યા પ્રમાણે અંદાડા ગામના રિક્ષા સ્ટેન્ડ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ખરી ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અંબિકા નગર સોસાયટીમાં રહેતા રાકેશ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે ચાર જુગારિયા ફરાર થઈ ગયા હતા, જ્યારે પંચાટી બજારમાં આવેલ પાંજરાપોળના ગ્રાઉન્ડ ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ રૂ. 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
રાજપારડી પોલીસના જણાવ્યા પ્રમાણે સ્ટાફ મથકનો સ્ટાફ સાત-આઠ નિમિત્તે પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે વઢવાણા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 20 હજાર અને ત્રણ બાઇક તેમજ ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ. 91 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા સરસદ ગામના છેલ્લા ફળિયામાં રહેતા જુગારી મહેશ વસાવા, સૂકલ વસાવા, વનરાજસિંહ ઘરિયા,વિજય વસાવા અને મહેશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે બે જુગારિયા ફરાર થઈ ગયા હતા.
જંબુસર પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમા નાઈટ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમીને આધારે જંબુસર ગણેશ ચોકમા મકાનની અંદર જુગાર રમતા કુલ છ જુગારીયાઓને જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવી હતી. તેઓ પાસેથી રોકડા રૂ. 57,820, મોબાઈલ નંગ 4 કિં.20,000 મળી કુલ મુદામાલ રૂ. 77,820 નો જપ્ત કરવામાં આવ્યા હતા .
રિધ્ધી પંચાલ, ભરુચ .