ભરૂચ જિલ્લાના કલાકારો માટે ૧૮ સ્પર્ધાઓ માટે “યુવા ઉત્સવ” સ્પર્ધાનું આયોજન રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૮ સ્પર્ધાનું આયોજન સીધુ જિલ્લાકક્ષાએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી, ભરૂચ દ્વારા યોજવાનો થાય છે.
આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. જેમાં (૧) લોકનૃત્ય, (૨) એકાંકી, (૩) લોકગીત, (૪) શીધ્રવકતૃત્વ, (૫) કથ્થક, (૬) ભરતનાટ્યમ, (૭) મણીપુરી, (૮) ઓડીસી, (૯) કુચિપુડી, (૧૦)સિતાર, (૧૧) ગિટાર, (૧૨) વાંસળી, (૧૩) તબલા, (૧૪) વીણા, (૧૫) મૃદગમ, (૧૬) હાર્મોનિયમ, (૧૭) શાસ્ત્રીય કંઠીય સંગીત (હિંદુસ્તાની), (૧૮) શાસ્ત્રીય કંઠીય સંગીત (કર્ણાટકી) ની વિડીયો સીડી બનાવી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે. અન્યમાં શીધ્ર વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધા કે જિલ્લાકક્ષા સ્પર્ધાના દિવસે કચેરીએથી વિષયો મેળવી ૧ કલાકમાં સી.ડી. તૈયાર કરી કચેરીએ પહોચતી કરવાની રહેશે. જિલ્લામાં પ્રથમ આવનાર આવનાર કલાકારની સી.ડી. ઝોન કક્ષાએ મોકલવામાં આવશે. ઝોન કક્ષાએ પ્રથમ, દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર કલાકારની સી.ડી. રાજ્યકક્ષાએ મોકલવામાં આવનાર છે. રાજ્યકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કલાકારે વર્ચ્યુયલ/ઓનલાઈન રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. કલાકારે નિયમોનુસાર સ્પર્ધાની સી.ડી. તા.૦૧/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ આપવાની રહેશે. ત્યારબાદ આવેલ એન્ટ્રી ધ્યાન પર લેવામાં આવશે નહીં. વિગતવાર માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતેથી સ્પર્ધાના નિયમો અને ફોર્મ વિશેની માહિતી જાણી શકાશે.