Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બોરભાઠા વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યા કરાતાં ચકચાર.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે મહિના ઉપરાંતથી હત્યા અને લુંટના બનાવો ઘણા વધી રહ્યા છે ત્યારે એક અઠવાડિયામાં એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવયો છે. ભરૂચ જિલ્લાના મકતમપુર વિસ્તારના બોરભાઠા વિસ્તારમાં બે વ્યક્તિ વચ્ચે નજીવી બાબતે મથામણ થતાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના મકતમપુર વિસ્તારમાં બોરભાઠા વિસ્તારમાં માત્ર 10 રૂપિયાના લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યાના મામલે ચકચાર મચી જવા પામ્યો હતો. બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા સતપાલસિંહ રાઠોડ(ઉમર.45) જેઓ આજરોજ સવારના સમયે તેમના ઘર પાસે આવેલ ઝાડ નીચે બેઠા હતા તે દરમિયાન તેમની પાડોશમાં જ રહેતા હત્યારા દેવન વસાવાએ તેઓના માથાના ભાગે ધારિયા વડે માર મારી ઘા ઝીંકયા હતા. જેઓ ઘટના સ્થળ પર જ ઢળી પડ્યા હતા.

Advertisement

આ વાતની સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ સતપાલસિંહને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજયુ હતું અને આરોપીએ મૃતક પાસે માત્ર 10 રૂપિયા માંગ્યા હતા જે ન આપતા ધારિયા વડે માર માર્યો હોવાનું અનુમાન લાગવામાં આવ્યું હતું. જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશને સ્થાનિકો દ્વારા જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આરોપીને શોધવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

જંબુસર તાલુકાના કીમોજ ગામની પાયલોટ ઉર્વશી દુબેનુ દુધધારા ડેરી ખાતે અભિવાદન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઇવે પરથી કેરીનાં બોક્ષની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર પાર્ક કરાતા વાહનોને લીધે સર્જાતી ટ્રાફિકની સમસ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!