બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર નબીપુર પોલીસ મથક ની હદ માં આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે આજ રોજ બપોર ના સમયે એક મોટરસાયકલ સવાર ને અજાણ્યા વાહને ટક્કર મારતા મોટરસાયકલ સવાર નજીક માં ઉભેલી ટ્રક નીચે ધડાકા ભેર ઘુસી જતા મોટરસાયકલ સવાર નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું બનાવ અંગે ની જાણ નબીપુર પોલીસ મથક માં થતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી..



