Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ પોલીસે શ્રાવણીયા જુગારના ત્રણ જુગારિયા ઝડપી પાડયા.

Share

આજરોજ નેત્રંગ પોલીસ પો. સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમીયાન બાતમી મળેલ કે “નેત્રંગ ટાંકી ફળિયામાં મહાકાળી માતાજીના મંદિર નજીક ખુલ્લે જગ્યામા લાઈટના અજવાળે શ્રાવણ મહિનાની સાતમ આઠમ હોય અને કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે બાતમીને આધારે ઉપરોક્ત જગ્યાએ પોલીસ રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૩ આરોપી પકડાઈ ગયેલ તે તમામ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૫૪૨૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૬૨૦૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૬૨૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ ૦૩ કિં.રૂ.૧૧,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨૨,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપી :-
(૧) ધનાભાઇ ભીમાભાઇ વસાવા ઉં.વ.૩૫ રહે.નેત્રંગ જીનબજાર સુથાર ફળિયું નેત્રગ, જી.ભરૂચ
(૨) આકાશભાઇ સોમાભાઇ વસાવા ઉ.વ.૨૪ રહ.નેત્રગ જીનબજાર લીમડા ફળિયું નેત્રગ જી.ભરૂચ
(૩) સંદીપભાઇ નરવતસિંહ રાજપુત ઉ.વ.૨૪, રહે.નેત્રંગ, જીનબજાર લીમડા ફળિયું . તા. નેત્રંગ, જી.ભરૂચ

Advertisement

વોન્ટેડ આરોપીઓ :-
(૧) અર્જુન વિષ્ણુભાઈ વસાવા રહે.નેત્રગ જીનબજાર, તા.નેત્રંગ જી.ભરૂચ
(૨) સંદીપ ધનાભાઈ વસાવા રહે. નેત્રગ ટાકી ફળિયું તા.નેત્રગાં જી.ભરૂચ


Share

Related posts

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નબીપુરમાં સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન કરાયું હતું…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મુલદ સર્વિસ રોડ પર કોલસા ભરેલ ટ્રક પલટી મારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!