Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કાયદા અને નિયમોની સ્થિતિને કડક કરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની ગૃહમંત્રીને લેખિત રજૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિવસે અને દિવસે કથળી રહી છે. છેલ્લા એક મહિનાની વાત કરીયે તો છેલ્લા મહિનામાં ચોરી, લૂંટફાટ, મારમારી, હત્યાના હુમલાના અનેક બનાવો ભરૂચ જિલ્લા સહિત શહેરમાં બની ચૂક્યા છે તે જ રીતે ફરી એકવાર ગતરોજ ઝઘડીયા જીઆઈડીસી ખાતે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નવયુવાનો ક્રિષ્ણપાલ વસાવા અને કરણકુમાર મિસ્ત્રીને જીઆઈડીસી તરફથી અંકલેશ્વર તરફ આવતા જીતાલી જીઆઈડીસી રોડ ઉપર ફિલ્મી ઢબે વાહન ઓવરટેક કરી અને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ સાથે અગાઉ પણ પત્રકાર અને કોંગ્રેસ કાર્યકર્તા દિનેશ અડવાણી ઉપર ભરૂચમાં રાત્રિ દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા અને શહેરમાં પોલીસ તંત્રના કાયદા અને વ્યવસ્થા જાળવવામાં સતત નિષ્ફળ નિવડયુ છે. ભરૂચ જિલ્લાના પોલીસ રેકોર્ડ તપાસવામાં આવે તો અનેક ગુનાઓનો ભેદ ઉકેલી શકાયો નથી. જેની સામે ક્રાઇમ રેટ વધવા પામ્યો છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જીલ્લામાં ખુલ્લેઆમ રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં રાજકીય દબાણોને કારણે નિર્દોશોને આરોપી બનાવી દેવામાં આવી રહ્યા છે. સારા આરોપીઓ કોઈના ખોફ વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે તેઓના ગેરકાયદેસરના ધંધાઓને પોલીસ રહેમરાહે ચલાવી રહી છે.

જાહેર જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે ભરૂચ જિલ્લા પોલી નિષ્પક્ષ ન્યાય લેવાની ભૂમિકા ભજવવી આવશ્યક બની છે. ત્યારે આરોપીઓને પકડવા માટે કેમ નિષ્ફળતા નીવડી રહીછે તેવા પ્રશ્નો ઊભા થાય છે. જેમાં પોલીસની કામગીરી પર શંકાઓ ઊભી થાય છે જે અંગે આજરોજ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા રાજય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે સમસ્યાનું નિરકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

બારડોલી તાલુકામાં બાલદા પ્રાથમિક શાળાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝધડિયા જીઆઈડીસીની એક કંપનીમાંથી મોટર, વાલ્વ તથા આઇબીમ ચેનલની ચોરી.

ProudOfGujarat

વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખુલ્યા : ભરૂચ જિલ્લામાં UPL યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી આધારિત રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી સ્થાપવા મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!