શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં ભરૂચના વ્રજ જોષીએ 21 થી 59 વયજૂથમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ભરૂચ શહેર તથા જીલ્લાનું નામ ઉજ્જવળ કર્યું છે. શ્રી સંતરામ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, નડિયાદ ખાતે 27 ઑગસ્ટ, 2021 ના રોજ રાજય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલ 100 થી વધારે એન્ટ્રીમાંથી ટોપ 10 સ્પર્ધકો વચ્ચે શાસ્ત્રીય સંગીત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વ્રજ જોષીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 25 વર્ષીય વ્રજ જોષી 7 વર્ષથી અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યૂઝિકમાં ડૉ. જાનકી મીઠાઈવાલા પાસેથી શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ સ્તરીય તાલીમ લઈ રહ્યા છે.
Advertisement