Video Player
00:00
00:00
ભરૂચ નગર ખાતે ગંદકીનું સામાર્જ્ય છે ત્યારે પોતાની ફરજ અંગે બેદરકારી દાખવનાર મુકાદમ અને સેનેટરી ઇન્સ્પેકટરને ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની પાસેથી મળતી માહીતે મુજબ ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવતા ત્રણ જેટલા વરદ મુકાદમ તેમજ સેનેટરી ઇન્સ્પેકટરોને ફરજ પર બેદરકારી બતાવવા અંગે અને વ્યવસ્થિત કામકાજ ના કરતા હોવાના પગલે ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
જાણવા મળ્યા મુજબ છેલ્લા કેટલાય સમય થી આ કર્મચારીઓ તેઓના વોર્ડ વિસ્તાર ની ફરીયાદો ના નિરાકરણ માટે બેદરકારી ભર્યું વલણ અપનાવતા હતા અને શહેર ના લોકો માં ફરીયાદો વધતા તેઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા ….
Advertisement
Video Player
00:00
00:00