પ્રાપ્ત માહિત મુજબ કોરોના મહામારીમા મૃત્યુ પામેલ વ્યક્તિનાં સ્વજનોને મહામારી કાયદા હેઠળ મળવાપાત્ર રૂપિયા ચાર લાખની સરકારી સહાય આપવામાં સુપ્રીમ કોર્ટના આદેશ હોવાં છતાં સહાય આપવામાં ભાજપ સરકારે નાદારી જાહેર કરી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ ૧૯ ન્યાય યાત્રા અંતર્ગત કોરોના મહામારીમા મૃતકના પરિવારોને ૪ લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે અસરગ્રસ્ત પરિવારોને રૂબરૂ મળી સાંત્વના પાઠવવા ગામેગામ જઇ રહ્યા છે.
વાલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા મૃતક પરિવારને સહાય આપવા માટે ન્યાયીક અને રાજકીય લડત આપીને લોકોને ન્યાય અપાવવા માટે ન્યાય યાત્રા શરૂ કરેલ છે. ભરૂચ જિલ્લા ના વાલીયા તાલુકાના દહેલી ગામથી આજરોજ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા શરૂઆત કરવામા આવી તેઓ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ખેર, વિજયભાઈ વસાવા,ફતેસિંહ વસાવા,સુરેન્દ્રસિંહ અતોડરિયા,રામસિંહ વસાવા,બુધાભાઈ વસાવા,કિરનભાઈ વસાવા,રણજીતસિંહ વસાવા,સુધીરસિંહ અતોડરિયા, અરવિંદ વસાવા,સતનામ વસાવા,અનિલ વસાવા,ડો.મહિપાલસિંહ અતોડરિયા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહી તમામ મૃતકોના પરિવારના સભ્યોને મળી સાંત્વના પાઠવી હતી. કોવિડ ૧૯ ન્યાય યાત્રા દહેલી, પીઠોર,પથ્થરિયા અને સોડગામમાં ફરી કોંગ્રેસ પક્ષની લાગણી મૃતકોના પરિવાર સાથે વ્યક્ત કરી હતી. યાત્રા દરમ્યાન મૃતકોના પરીવારોએ સરકારની નિષફળતાના કારણે સ્વજનો ઘુમાવી દઈ પોતાને થયેલા દુઃખદ અનુભવોનું વર્ણન અને આપવીતી આગેવાનો સામે વ્યક્ત કરી હતી.
ભરૂચ : કોરોના મહામારીમાં મોતને ભેટેલા દર્દીઓની સહાય માટે કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ.
Advertisement