ભરૂચ પેરોલ ફ્લો સ્કોડમી ટીમના માણસો નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફ્લો જમ્પ તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીને પકડવા માટે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે અંકલેશ્વર પોલીસ સ્ટેશનના ગુનાના કામનો આરોપી દીપકભાઈ નાગજીભાઈ પટેલ રહે, નારાયણ હોસ્પિટલ, મક્તમપુર ભરૂચનો કાચા કામના આઈઓપી તરીકે સબ જેલ ખાતે દાખલ થયેલ જે આરોપીને કોવીડ 19 કોરોના વાયરસ સામે સાવચેતી સબબ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને જેલમાં રહેલ કેદીની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડિરેક્શન મુજબ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ નામદાર ચીફ જ્યુડી મેજીક કોર્ટ ભરૂચનાઓના હુકમથી તા. 25 મી મે 2021 ના રોજ ત્રણ મહિનાના ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
જે જામીનનો સમય પૂર્ણ થતા આરોપીમે તા. 18 મી ઓગષ્ટના રોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો ન હતો. જે બાદ આજરોજ તેને શક્તિનાથ સર્કલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.