ભરૂચ જિલ્લામાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે જે સંદર્ભે છેલ્લા દોઢ માસથી ધરતીપુત્રો દ્વારા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ ન આવ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે સાંજના સુમારે ભરૂચ તાલુકાના ઝંઘાર ગામની સીમમાં ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું.
જેમાં ગુજરાત ખેડૂત સમાજના અધ્યક્ષ જયેશ પટેલ અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણને લઈને દોઢેક માસથી બે લાખ હેકટરમાં કપાસ અને તુવરનો પાક નાશ થવાના આરે હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા.
અમે દોઢ માસથી સરકાર અને વહીવટી તંત્રને રજૂઆત કરી રહ્યા છીએ સરકાર દ્વારા સર્વે ટીમ બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી રિપોર્ટ સબમીટ કર્યા નથી તેઓ નુકસાન પેટે વચગાળાની રાહત તરીકે એક લાખ રૂપિયા અને અંતિમ રિપોર્ટ સબમીટ થાય ત્યારે જવાબદાર દહેજ અને વિલાયતના ઉદ્યોગો છે અમને હેકટર દીઠ દોઢ લાખ રૂપિયા મળે અને એ પ્રકારની સરકાર તરફથી જાહેર કરવામાં આવે એવી માંગ કરી હતી અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક મોટું આંદોલન કરીશું એવું તેઓએ જણાવ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ તાલુકાના ઝંઘાર ગામની સીમમાં ખેડૂત સમાજનું સંમેલન યોજાયું.
Advertisement