બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચની ટિમ ભરૂચના જંબુસર માર્ગ પર પેટ્રોલિંગમાં હતી દરમિયાન કંથારિયા ગામ નજીક બાતમીના આધારે એક ટ્રક નંબર RJ.14.GK 8524 ને અટકાવી તેની તલાશી લેતા ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનો વિપુલ જથ્થો નજરે પડતા પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની તપાસમાં ટ્રકની કેબીન તથા પાછળના બોડીના ભાગ વચ્ચે પાટિશન કરી એક મોટું ચોરખાનું બનાવેલ મળી આવ્યું હતું જેમાં વિદેશી દારૂના ૨૬૦ બોક્સમાં ભરેલ કુલ ૩૧૨૦ જેટલી બોટલો સાથે હરિયાણાના કરનાલ જિલ્લાના વતની અમરસિંહ જાગીરસિંહ રંધાવા તેમજ શેરસિંહ નિરંજનસિંહ સરોઇ નામના ઇસમોને ઝડપી પાડી તેઓ પાસેથી ટ્રક, મોબાઈલ, રોકડા મળી કુલ ૨૪.૯૮.૫૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
હાલ ઝડપાયેલા આરોપીઓની લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને મોકલવાનો હતો તે દિશામાં તેઓની પૂછપરછ શરૂ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.