મહાનગરની માફક ભરૂચ જીલ્લામાં પણ હવે વાહનોને લઈને કડક કાયદાકીય નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ ભરૂચ અને અંકલેશ્વરના ટ્રાફિક પોલીસ સ્કોડ દ્વારા અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ટ્રાફિકને લઈને કોઈ કાયદીકાય નિયમો હાલ સુધી ભરૂચ જીલ્લામાં લાગુ કરાયા નથી ત્યારે નો પાર્કિંગ તથા વાહન ગેરકાયદેસર રીતે જો પાર્ક કરવામાં આવશે તેને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ કરી લેવામાં આવશે અને જેને તે દંડ વસૂલાત કરવામાં આવશે જે નિયમ તારીખ 27 મી ઓગસ્ટના રોજથી લાગુ કરવામાં આવ્યો છે. નિયમો ટુ વ્હીલર અન, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને હેવી વ્હીલર માટે લાગુ પાડવાનો છે.
ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને અડચણરૂપ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનો પૈકી જો ટુ વ્હીલર હશે તો ટોઇંગ ચાર્જ 120/- અને અડચણરૂપ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનનો દંડ 500/- મળીને 620/- જો વાહન થ્રી વ્હીલર હશે તો ટોઇંગ ચાર્જ 175/-અને અડચણરૂપ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનનો દંડ 500/- મળીને 675/- જો વાહન ફોર વ્હીલર હશે તો ટોઇંગ ચાર્જ 225/-અને અડચણરૂપ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનનો દંડ 500/- મળીને 775/- જો વાહન હેવી વ્હીલર હશે તો ટોઇંગ ચાર્જ 300/-અને અડચણરૂપ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનનો દંડ 500/- મળીને 800/-નો દંડ વસૂલાત કરવામાં આવશે.
ટોઇંગ કરેલ વાહનના માલિકોએ પોતાનું વાહન સ્થળ પર જઇ દાન વસૂલાત કરી અને વાહન છોડાવી શકશે. ટોઇંગ કરેલા વાહનો હેડ ક્વાટર્સ કાળી તલાવડી ખાતે રાખવામા આવશે.
રિધ્ધી પંચાલ, ભરુચ