ગુજરાત ખાંડ ફેડરેશન અને અમુક ખાંડ મંડળીઓના સંચાલકોની માંગ મુજબ ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા કેબીનેટ અને વિધાનસભાની મંજુરીથી ગુજરાત સહકારી મંડળીઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૯ પસાર કરવામાં આવેલ હતો. જેમાં સહકારી કાયદાની કલમ 74 C માં સુધારો કરવામાં આવ્યો હતો. જે સુધારા મુજબ ગુજરાત રાજ્યની તમામ ખાંડ સહકારી મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી બાકાત કરી પ્રાથમિક મંડળીમાં તબદીલ કરી દીધેલ હતી. ગુજરાતની તમામ ખાંડ નિર્દિષ્ઠ મંડળીઓ એક ખાંડ ઉત્પાદનના ચોક્કસ કામ માટે નિયામક (ખાંડ) (ડાયરેક્ટર સુગર ખેતી અને સહકાર વિભાગ) સીધા નિયંત્રણ માં આવતી હતી. અને આ મંડળીઓની ચૂંટણી જીલ્લા કલેકટરના માર્ગદર્શનમાં કરવાની રહેતી હતી. જેથી સરકારી નિયંત્રણોમાં સહકારી ખાંડ મંડળીઓ સાથે સંકળાયેલ અમુક લોકોને આ નિયંત્રણ રાસ નહીં આવતા, મેલી મુરાદો પૂરી નહિ થઇ શકતા અને તેમને મનમાની કરવાનું જોઈતું હોવાથી આ મંડળી આપણા ગામમાં આવેલ એક સામાન્ય દૂધ મંડળી કે સહકારી મંડળી જેવી બનાવી જાતેજ ચૂંટણી કરવાની, જાતેજ નિયમો ઘડવાની અને જાતેજ સરકારી નિયંત્રણ વગર વહીવટ કરવાના બદ ઈરાદાથી આ સુધારો કરવામાં આવેલ હતો. આ સુધારો કોઈ ખેડૂતો કે ખાંડ મંડળીના સભાસદોએ માંગેલ નહોતો કે રજુઆતો નહોતી.
જો આ સુધારો અમલ માં આવે તો ગુજરાત ના ૫ લાખ શેરડી પકવતા ખેડૂતોના હિતો જોખમમાં આવે તેમ હતા અને મનસ્વી વહીવટ અને તાનાશાહી લાગુ પડે એમ હતી. ચૂંટણીમાં ધારે એવી ગેરરીતિઓ થાય એમ હતી. જેથી ભારત ના બંધારણ વિરુદ્ધ જઈ કરેલ આ કાયદા સુધારાને ગુજરાતના મઢી બારડોલી, ચલથાણ, ગણદેવી, કામરેજ, સાયણ, કાંઠા, પંડવાઈ, ઘારીખેડા, નર્મદા સુગરના શેરડી પકવતાં ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ કેસો કરી પડકારેલ હતો. જેનો ચુકાદો આજરોજ આવેલ છે. બંધારણની કલમ ૨૨૬ હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં મુકેલ કેસ માં આ કાયદામાં સુધારાની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવી આ કાયદા સુધારોજ રદ કરવા માંગ કરેલ હતી. જેને હાઇકોર્ટે સ્વીકારેલ છે.લોકનાથ ચક્રપાનીદાસ મહંત (માંડવી- મઢી સુગર), બાલુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતી (કડોદ- મહુવા સુગર ), બકુલભાઈ અમૃતભાઈ પટેલ (અકોટી મઢી સુગર ), ભારતીબહેન કેતનભાઈ પટેલ (કડોદ મઢી સુગર), અતુલભાઈ રમેશભાઈ પટેલ (મોતા ચલથાણ સુગર), ધવલકુમાર ઠાકોરભાઈ પટેલ (કંટાળી -બારડોલી સુગર), પ્રવીણસિંહ ઇન્દ્રસિંહ મહીડા (તરસાડા- કામરેજ સુગર) જયંતભાઈ ભગાભાઈ પટેલ (બારસરી બારડોલી સુગર), કલ્પેશભાઈ ઘનશ્યામભાઈ દેસાઈ (વડોદરા- ધારીખેડા સુગર), યોગેશભાઈ પટેલ (ભરૂચ-વટારીયા સુગર), કલ્પેશભાઈ ચીમનભાઈ પટેલ (બરબોધન-કાંઠા સુગર), મહેશભાઈ પટેલ (બરબોધન- સાયણ સુગર) એમ એસ એચ શેખ (ઓલપાડ- પંડવાઈ સુગર) વિગેરે ખેડૂતોએ ગુજરાતની તમામ ખાંડ સહકારી મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં ફેરવી દેવાતા ખેડૂત સભાસદોના જાહેર હિતમાં આ કાયદા સુધારાની લડત ચલાવેલ હતી. ગુજરાતના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ પોતે પંડવાઈ સુગરના ચેરમેન, ખાંડ ઉદ્યોગસંઘના ચેરમેન અને સહકાર મંત્રી હોવાથી તેમને સત્તાનો દૂરઉપયોગ કરી આ સુધારો સરકારમાં મંજુર કરાવતા ગુજરાતના સહકારી ખાંડ ઉધોગમાં પારદર્શિતા અને જવાબદારી જેવું કાઈ આવનાર સમયમાં બચે એમ નહોતું. પ્રાથમિક મંડળીઓ જીલ્લા સહકારી રજીસ્ટ્રાર હેઠળ આવતી હોવાથી ખાંડ નિયામક (ખેતી અને સહકાર વિભાગ) કચેરીજ બંધ થઇ જાય એવો આ સુધારો હતો. આ સુધારા કરવાના ઉદ્દેશો ૧- જીલ્લા કલેકટર પાસસે ચૂંટણી કરાવવાનો સમય નથી અને દરેક ખાંડ મંડળીને ચૂંટણી કરાવવા માટે ખર્ચ થાય છે. (આશરે-૧૦-૧૫ લાખ) ભારતના બંધારણમાં કોઈપણ નાગરિક સરકારની કોઈપણ ચૂંટણીમાં જેવી કે લોકસભા, વિધાનસભા, નગરપાલિકા, ગ્રામ પંચાયતમાં એક ઉમેદવારને એક જ વોટ આપવાનો હોય છે. જે સુપ્રિમ કોર્ટના 2013ના ચુકાદામાં સ્પષ્ટ નિર્દિષ્ટ મંડળીમાં તમામ સુગરોનું ચૂંટણી પ્રક્રિયા ઝોનવાઈઝ થાય અને તે ઝોનના ઉમેદવારને તે ઝોનના જ સભાસદો ચૂંટીને મોકલે તે કાયદાને કોઈપણ સંજોગમાં રદ્દ કરી શકાય તેમ ન હોવા છતાં ભારતના કાયદાની ઉપરવટ જઈને ગુજરાતની સુગર મિલોને જે કરોડો રૂપિયાનું ટન ઓવર કરવા છતાં નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાયમરી મંડળીમાં મુકી દઈ દરેક સુગરોએ પોતાની રીતે રાત-દિવસ કાળી મજૂરી કરીને શેરડી પકવતાં ખેડૂતોને ખર્ચે બિનજરૂરી ચૂંટણી કરી સત્તા મેળવી લીધી છે. આતો એવી વાત થઇ કે તાલુકા, જીલ્લા કે વિધાનસભાની સીટ માટે તમામ સીટના ઉમેદવારોને તમામ મતદારો એ વોટ આપવાનો પોતાના વિસ્તારના પ્રતીનીધીને નહિ !!!!!!!!!! રાજ્ય સરકારના સહકાર વિભાગે વારંવાર દરેક સુગર મિલોને ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અટકાવવા માટેના પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જે સહકારી મંડળીઓની પીટીશન કેસ પેન્ડિંગ હોય તેની ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રખવા અને 31-12-2021 સુધી ચૂંટણી કરવા પર મનાઈ હતી. પરંતુ સત્તાના નશામાં ખુરશી મેળવવા માટે દરેક સુગર ફેક્ટરીના ચેરમેનોએ ગુજરાત હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં આ સુધારાને અમલમાં મૂકી પ્રાથમિક મંડળી તરીકે જાતેજ ચુંટણીઓ યોજી નાંખી હતી. હવે 74 Cનો ફરીથી અમલ કરવા ઓર્ડર થતાં 7-8 મહિના પહેલા દરેક સુગરોએ કોરોનાની મહામારીમાં પણ શેરડી પકવતા ખેડૂતોના પૈસે લાખો રૂપિયાના ખર્ચા કરી ચૂંટણી યોજી સત્તા હાંસલ કરી હતીતે રદ બાતલ ઠરશે. હવે ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓની ચૂંટણી જે તે જિલ્લાના કલેક્ટર ફરીથી યોજાવશે ત્યારે અગાઉ કરેલ ચૂંટણી ખર્ચ કોની પાસે વસૂલવો ? આમ હોદ્દેદારોએ મનસ્વી રીતે સુગરોનો કારભાર ચલાવવતા શેરડી પકવતા ખેડૂતોના હિત વિરુદ્ધ કામ થયેલ છે.
ચુકાદાના એક દિવસ પહેલા શુક્રવારના રોજ રાજ્ય સરકાર દ્વારા 74 C ના ચુકાદાની સામે સરકાર દ્વારા સ્ટે માટે પિટીશન દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેમની પિટિશન ફગાવી દીધી હતી. આજરોજ આ રાજ્દારોએ જે સુગર ફેક્ટરીઓમાં ચૂંટણીઓ યોજાઈ ગઈ છે અને સુગરમાં ચૂંટણીનો ખર્ચ પાડવામાં આવ્યો છે. તે તેમની પાસે નિયમ મુજબ વ્યક્તિગત રીતે વસૂલવા માટેની પણ દાદ ખાંડ નિયામક શ્રી પાસે માંગી છે. સાથે દરેક સુગરોમાં કસ્ટોડિયનની તાત્કાલિક નિમણૂંક કરી જે તે જિલ્લાના કલેક્ટર પાસે ફરીથી ચૂંટણી કરવાની અરજ પણ સભાસદોના હિતમાં કરવામાં આવી છે.
સહકારી ક્ષેત્રનો રાજકીય લાભ લઈ સત્તા ટકાવી રાખવા માટે આવી પ્રાથમિક મંડળી તરીકેની જે ચૂંટણી યોજી હતી તેને કોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત સરકાર અને કેબિનેટે આમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ, પંડવાઈ સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ પોતે સહકાર મંત્રી એમ ત્રણે હોદ્દા પર બિરાજમાન હોવા છતાં તેમણે કાયદાનું ખોટું અર્થઘટન કરી પંડવાઈ સુગરમાં ચૂંટણી યોજી છે. તેમના મંત્રી તરીકેની જવાબદારી જોતા તેમનો ચૂંટણીઓ યોજવાનો નિર્યણ કરવો એ યોગ્ય નથી. તેમણે ગુજરાત સરકારને ગેરમાર્ગે દોરી છે. ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને જોતા કેબીનેટ અને વિધાનસભાએ પાસ કરેલ કાયદા સુધારો રદ થાય તો સહકાર મંત્રીએ તુરંત રાજીનામું આપી દેવું જોઈએ. યોજાયેલી ચૂંટણી ગેરકાયદે હતી, મનસ્વી, અપારદર્શક અને ખેડૂત વિરોધી હતી. હાઇકોર્ટે ચુકાદામાં ટીપ્પણી કરેલ છે કે ૧- “અદાલત ધારાસભાના હેતુની તપાસ ન કરી શકે, પરંતુ, ચોક્કસપણે, કાયદાનો ઉદ્દેશ જોઈ શકે છે. ૨- મંડળીનો ચૂંટણી ખર્ચ બચાવવાની વાત વાહિયાત છે. ૩- અયોગ્ય સુધારો ભેદભાવપૂર્ણ છે કારણ કે તે જાહેર હિતમાં વાજબી ના કહી શકાય અને તે અયોગ્ય સુધારા નિર્ણય મનસ્વી રીતે લેવાયેલ છે.ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં સત્તા બહાર જઈ કરવામાં આવેલ સુધારો રદ કરવામાં આવેલ છે.
નિર્દિષ્ટ મંડળીના નિયમો મુજબ જ દરેક ખાંડ સહકારી મંડળીની ચૂંટણી થશે.
ખાંડ મંડળીઓ બાબતે સહકાર વિભાગનો ગેરકાયદેસર કાયદા સુધારો રદ કરતી ગુજરાત હાઈકોર્ટ .
Advertisement