ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી હોય તેમ ભરૂચ જીલ્લાના ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ બનાવ અંગેની મળતી વિગત મુજબ ભરૂચ જીલ્લાના ઉમલ્લા થી સંજાલી રોડ ઉપર મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચનાં કર્મચારીઓએ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન સંજાલી રોડ તરફથી આવતી મહિન્દ્રા પીક અપ વાહન નબર જીજે ૨૨ યુ ૧૭૮૦ શંકાસ્પદ જણાતા વાહનનાં ડ્રાઈવરની પૂછપરછ કરી વાહનની તલાશી લેતા પીક અપ વાહનનાં પાછળના ભાગે મુકવામાં આવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી.
એલ.સી.બી પોલીસે વાહન ચાલકની અટક કરી છે જ્યારે બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરેલ છે. આ બનાવામાં ભરૂચ લોકલ ક્રાઈમબ્રાંચે ૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને પીક અપ વાન મળી અંદાજિત નવ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવાની વધુ તપાસ ઉમલ્લા પોલીસને સોંપવામાં આવી છે.