શ્રાવણ વદ ચોથના દિવસે સમગ્ર સમાજના ખત્રિ સમાજ દ્વારા કજિયા ચોથની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રાવણ મહિનાની અગિયારસના દિવસે ખત્રિ સમાજ ના લોકો ઘરે ઘરે માતાજીનાં જવારા વાવતા હોય છે અને અને ચોથના દિવસે તેની પુજા કરી હિંગરાજ માતાના મદિરમાં અને સિંધોઈમાતાના મંદિરમાં કાજરાને લાવી અને તેને નાચવામાં આવે છે .
તે બાદ તેઓને ફરીથી હિંગરાજ માતાના મદિરમાં લઈ જઇ અને નચાવામાં આવે છે અને ઘરે ઘરે નમાવામાં આવે છે . તે બાદ રાત્રિના સમયે જવારનું વિસર્જન કરવામાં આવે છે . ક્ષત્રિય સમાજનો કજિયા ચોથ એ ઘણો મોટો તહેવાર છે . જ્યારે પરશુરામ ભગવાને ઘરતીને ક્ષત્રિય વિહોણી કરવા નીકળ્યા હતા ત્યારે હિંગરાજ માતાએ ક્ષત્રિયોની રક્ષા કરી હતી તેની યાદમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે .
ગત વર્ષે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈ ઉજવણી કરવામાં આવી ન હતી જે બાદ આ વર્ષે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી અને સમાજના લગભગ દરેક લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો અને માતાની ખૂબ નચાવી અને સમગ્ર ભારત કોરોના મુક્ત થઈએ તેવી પ્રાથના કરી હતી .
રિધ્ધી પંચાલ , ભરુચ .