એફેદ્રીન ડ્રગ્સ બનાવવા ખુલ્લા ખેતરમાં ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ઉભી કરી એફેદ્રીન ડ્રગ્સ તથા એફેદ્રીન ડ્રગ્સ બનાવના વિવધ કેમિકલના જયહાં સાથે જંબુસર ખાતેથી ત્રણ ઈસમોme ઝડપી પાડી ડ્રગ્સ બનાવના ષડયંત્રનો ભરૂચ એસ. ઓ. જી. એ પર્દાફાસ્ટ કર્યો છે.
પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહીતી અનુસાર, ભરૂચ એસ. ઓ. જી. ટીમના પોલીસના માણસો કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી મળેલ બાતમીને આધારે ભવ્યરાજ ફાર્મ હાઉસના ખેતરમાં આવેલ પાકી ઓરડીમાં ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ગેરકાયદેસર રીતે ઉભી કરી એફેદ્રીન ડ્રગ્સ બનાવના જુદા જુદા કેમિકલ લાવી પ્રોસેસ કરી રહ્યા હતા.
એફેદ્રીનનો 730 ગ્રામ ઘટ્ટ નશાકારક માદક પદાર્થ તેમજ 4 લીટર પ્રવાહી નશાકારક પદાર્થ તૈયાર કરી કુલ 4 લીટર 730 ગ્રામ નશાકારક માદક પદાર્થ બનાવી જે એક લીટર /કિલો ની કિંમત બે લાખ લેખે ગણતા કુલ ₹9,46,000/-ની મત્તાનો ગેરકાયદેસરનો નશાકારક માદક પદાર્થ તથા ડ્રગ્સ બનાવના વિવિધ કેમિકલ તથા શાધાનો મળી કુલ ₹ 10,01,150/-નો મુદ્દામાલ અને બનાવ વાલા સ્થળ પર હાજર ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. માદક પદાર્થ અર્થે સમાન ક્યાંથી લાવી અને ક્યાં વેચાણ કરવાનો હતો તે અંગે ભરૂચ પોલીસે તપાસ હાથ ધરી હતી.