આગામી 28 મી ઓગષ્ટે 125 મી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા 33 જિલ્લાઓમાં આયોજિત કાર્યક્રમનું આયોજન કરી દેવામાં આવ્યું છે. મેઘાણી એક સ્વાતંત્ર સેનાની રહ્યા છે ત્યારે તેમણે ધંધુકા બોટાદ સહિત આસપાસના વિસ્તારોમાં સ્વતંત્ર સેનાની જે ભૂમિકા અદા કરી હતી તેના સંસ્મરણો સાથે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ સાથે દર મહિને મેઘાણીની 125 મી જન્મ જયંતિની જોડી દેવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.
ભરૂચ જીલ્લામાં પણ આજરોજ ભરૂચ સ્થિત જયેન્દ્રપુરી આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આચાર્ય ડો.નિતિન.એમ.પટેલની આગેવાની હેઠળ અભેસિંહ રાઠોડ અને વૃદના સંગીતમય કાર્યક્રમ મોર બની થનગાટ કરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે સહિત મેઘાણી સાહિત્યના અધ્યયન માટે મેઘાણી સાહિત્ય કોર્નરનું ડો.કિશોરસિંહજી ચાવડા કુલપતિ વીર નર્મદ સાઉથ ગજરાત યુનિવર્સિટી સુરતના હસ્તે ઓનલાઇન ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : જે.પી. કોલેજ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ કાર્યક્રમમાં મેઘાણી સાહિત્ય કોર્નરનું ઉદ્ધાટન કરાયું.
Advertisement