ભરૂચ શહેરમાં આવેલ વોર્ડ નંબર 10 એટલે કે સૈયદવાડ, ફુરજા, ચાર રસ્તા, ફાટા તળાવ સહિતના વોર્ડના વિસ્તારોમાં જે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે તે દૂષિત પાણી આપતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
ભરૂચ પંથકમાં ચોમાસુ શરૂ થતાં જ સ્થાનિકોને દૂષિત પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું હોવાનું બૂમ પડતી હોય છે તે જ રીતે વોર્ડ નંબર 10 માં પાણી ગટરનાં પાણી જેમ ગંધાય તેમ પાણી દુર્ગંધ મારી રહ્યું છે. શું આવું પાણી પીવાથી રોગચાળો ફેલાશે નહીં ..? વાતાવરણમાં પણ તાપ અને ઠંડક બંને બેવડી ઋતુને કારણે લોકોને વાઇરલ જેવી બીમારી થઈ રહી છે ત્યારે આવું દૂષિત પાણી પીવાથી લોકોની બીમાર પડવાની શક્યતાઓ ઘણી વધી રહી છે.
ફુરજા વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર ગટરને લઈને, રસ્તાને લઈને અને હવે પાણીને લઈને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્રની ઊંઘ ઊડતી ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જેથી તંત્ર જાગૃત બને અને વહેલી તકે પાણી શુધ્ધ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ભરૂચ : વોર્ડ નંબર 10 માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દૂષિત હોવાનો સ્થાનિકોનો દાવો.
Advertisement