Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના કુકરવાડા તળાવ ફળિયા ના એક મકાન માં તસ્કરો ત્રાટકી ૧.૬૦ લાખ ઉપરાંત ની ચોરી કરતા ભારે ચકચાર મચ્યો હતો…….

Share

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના કુકરવાડા ગામ ખાતે આવેલ તળાવ ફળિયા વિસ્તાર માં રહેતા અલ્કેશ ભાઈ પટેલ ના મકાન ને અજાણ્યા તસ્કરો એ નિશાન બનાવી મકાન માં પ્રવેશ કરી તિજોરી તોડી અંદાજીત ૬ થી ૮ તોલા જેટલા સોના ચાંદી ના ઘરેણા અને અંદાજીત ૪૦૦૦ જેટલી રોકડ ની ચોરી કરી પલાયન થઇ જતા ભારે ખળભળાટ મચ્યો હતો ……..
કુકરવાડા ખાતે ના તળાવ ફળિયા ના મકાન માં થયેલ ચોરી અંગે ની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા તાલુકા પોલીસ મથક ના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જઈ અજાણ્યા તસ્કર સામે ચોરી અંગે નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા માં સતત ચોરી ઓ ના ઉપરા છાપરી બની રહેલા બનાવો ના પગલે તસ્કરો કેટલી હદે બે ફામ બની પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે તે આ પ્રકાર ની ઘટના ઓ ઉપર કહી શકાય તેમ છે..હાલ તો ચોરી ઓ ના બનાવો માં ભોગ બનતા જીલ્લા ના લોકો તસ્કરો ને વહેલી તકે પોલીસ સકંજામાં લે તેવી લોક માંગ સાથે નાઈટ પેટ્રોલીંગ સધન બનાવવા ની માંગ કરી રહ્યા છે.

Share

Related posts

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ તરીકે ર્ડા.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરતી રાજય સરકાર…

ProudOfGujarat

અંકલેશ્વરની મોદી નગર મિશ્રાશાળાનો છતનો સ્લેબ ધરાશાયી થતા દોડધામ…

ProudOfGujarat

રાજપીપલા : નર્મદાના ગારદા-મોટા જાંબુડા ગામ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરી વળ્યાં : ભારે વરસાદમા મોટી દુર્ઘટના અટકાવવા પાણી પહેલા પાળ બાંધવાની માંગ.

ProudOfGujarat
error: Content is protected !!