Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..

Share

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના જાતિના પ્રમાણપત્રનો વિવાદ હવે હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે જાતિના પ્રમાણપત્રમાં સુધારો કરી ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરાયું હોવાના આક્ષેપમાં સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચતાં ભરૂચ કલેકટર ચૂંટણી અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર સહિત નગરપાલિકાના પ્રમુખને ૭ મી સપ્ટેમ્બરે હાઇકોર્ટમાં હાજર થવા ફરમાન થયું હોવાની માહિતી સાંપડી રહી છે.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પદ ઉપરની બેઠક અનુસૂચિત જાતિની હોય અને અનુસૂચિત જાતિના ચૂંટાયેલા ઉમેદવાર પ્રમુખ માટે દાવેદારી કરી શકતા હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રમુખપદની ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના પ્રમુખ અમિત શિવલાલ ચાવડાના જાતિના પ્રમાણપત્રમાં છબરડૂ થયું હોવાના આક્ષેપ થયા હતા અને પ્રમુખ બનવા માટે જાતિના પ્રમાણપત્રમાં હિન્દુ દરજીનું હિન્દુ માયાવંશી કર્યું હોવાના આક્ષેપ ફરિયાદી દિનેશ ખુમાણે કર્યા હતા સમગ્ર પ્રકરણ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. જોકે ફરિયાદી દિનેશ ખુમાણે નગરપાલિકા પ્રમુખ પદની ચૂંટણીને પડકારતી પિટિશન નામદાર હાઇકોર્ટમાં દાખલ કરાવી હતી જે અંગે નામદાર હાઇકોર્ટમાં બોર્ડ પર ચલાવવામાં આવી હતી જેમાં નામદાર હાઈકોર્ટે પણ સમગ્ર પ્રકરણમાં ભરૂચ કલેકટર ડોક્ટર એમ. ડી. મોરિયા, ભરૂચ ચૂંટણી અધિકારી નવનીત પ્રજાપતિ, ગુજરાત મ્યુનિસિપલ ગાંધીનગર કમિશનર, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત શિવલાલ ચાવડાનાઓને સાતમી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલું ઓરીજનલ જાતિનું પ્રમાણપત્ર લઇ હાજર થવા અંગેની નોટીસનું ફરમાન કર્યું છે. પિટિશનર તરફે જાણીતા ધારાશાસ્ત્રી યતીન ઓઝા અને કૃતાર્થ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને ધારદાર દલીલો કરી હતી નગરપાલિકાના પ્રમુખ પદ માટેની સુનાવણી હવે ૭ સપ્ટેમ્બરે થશે.

Advertisement

એ ડિવિઝનના પીઆઇએ કોર્ટમાં કરેલી સી સમરીનું શું લોકોમાં ચર્ચાનો મુદ્દો.ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના કાસ્ટ સર્ટિફિકેટમાં છબરડુ થયું હોવાના આક્ષેપમાં પોલીસે કોર્ટના આદેશ બાદ પણ એ ડિવિઝનના પી.આઈ એ.કે ભરવાડે સી સમરીનો રિપોર્ટ કરેલો છે ત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો લોકોમાં વધુ ચર્ચાસ્પદ બની ગયો છે. હાઈકોર્ટે ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી હાજર થવાનું ફરમાન કરતાં હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે એ.કે. ભરવાડની સી સમરીના રિપોર્ટની ચર્ચા હાઇકોર્ટમાં પહોંચે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. એ ડિવિઝનના પીઆઇએ ઓરીજનલ પ્રમાણપત્ર મેળવ્યા વિના સી સમરીનો રિપોર્ટ કઈ રીતે કર્યો… લોકોમાં ચર્ચાનો પ્રશ્ન..ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાના જાતિના પ્રમાણપત્રમાં છબરડુ થયું હોય તેવા આક્ષેપમાં પોલીસે સૌપ્રથમ ફરિયાદ દાખલ કરી નહોતી પરંતુ ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે સમગ્ર પ્રકરણમાં તપાસના આદેશ આપ્યા હતા અને ગુનો દાખલ થયા બાદ પણ પોલીસે પોતાની શંકાસ્પદ ભૂમિકા ભજવી સી સમરીનો રિપોર્ટ કર્યો. પરંતુ પોલીસે જે કોર્ટે ઓર્ડર કર્યો હતો તે કોર્ટ સિવાય અન્ય સ્થળે રજૂ કર્યો છે જેના કારણે સમગ્ર પ્રકરણ હાઇકોર્ટમાં પહોંચતાં હવે પોલીસની કામગીરી સામે પણ શંકા કુશંકા સેવાઈ રહી છે.


Share

Related posts

સુરતના કામરેજમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો: સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીને મળશે લાભ

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ સંકુલ ખાતે અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા શરૂ

ProudOfGujarat

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!