શ્રાવણ માસ શરૂ થવા પામ્યો છે ત્યારે ભરૂચ પંથકમાં એક પછી એક જુગારધામો ઝડપાઇ રહ્યા છે ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝાડી ઝાખરા પાછળ બેસી અને ટોળું વાળીને હારજીતનો જુગાર રમી રહ્યા છે. તેઓને પોલીસનો કોઈ ખોફ જ નથી તે રીતે બેફામ બની રહ્યા છે.
પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચથી અંકલેશ્વર તરફ જતાં માંડવા ટોલનાકા નજીક ખુલ્લી જગ્યામાં જુગારની સફળ રેડ કરી જુગાર રમતા કુલ 11 જુગારિઓને જુગારના રોકડા રૂપિયા તથા જુગાર રમવાના સાઘનો મળીને કુલ 1,96,040/- ની મત્તાનો ગુનો ઝડપી પાડયો હતો. તેમાં 11 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ :-
(1) અમિતભાઈ રમેશભાઈ સોલંકી રહે, નીપનનગર શક્તિયાથ, ભરુચ
(2) મહેશભાઇ રમણભાઈ વસાવા રહે, નવી વસાહત, જૂના તવરા, ભરુચ
(3) મુબારક હુશેન સુલેમાન ડભોયા રહે, વલણ, રાઠોડવાસ, કરજણ, વડોદરા
(4) મોસીન યાકુબ પાયા રહે, માંકન, ઘાંચી ફળિયું, કરજણ, વડોદરા
(5) અબ્દુલ ઈસ્માઈલ સિંધી રહે, વલણ, જાલોરીવાડ ફળિયું, કરજણ, વડોદરા
(6) કલ્પેશભાઇ પ્રવીણભાઈ વસાવા રહે, જૂનાતવરા ગોપાલનગર સામે, ભરુચ
(7) અલ્તાફ મુસે ડુગડિયા રહે, વલણ, અલકાપુરી ફળિયું, કરજણ, વડોદરા
(8) નિતિનભાઈ પોચાજીભાઇ ઠાકોર રહે, નિકોરા નવીનગરી ભરુચ
(9) શંકરભાઇ જેસંગભાઈ ગોહિલ રહે, જૂના તાવરા હરિઓમ સોસાયટી, ભરુચ
(10) નિતિનભાઇ છગનભાઇ રાઠોડ રહે, ગણેશ પાર્ક શ્રવણચોકડી ભરુચ
(11) રફીક આદમ કૂકદા રહે વલણ, પંજાબનગર, કરજણ, વડોદરા