ભરૂચ પંથક અને તેના અંતરિયાળ વિસ્તારમાં બુટલેગરો સહિત જુગારીયાઓ બેફામ બન્યા છે. પોલીસનો જાણે કોઈ ખોફ જ રહ્યો નથી તે રીતે ખુલ્લેઆમ રીતે જુગારીયાઓ જુગાર રમી અને ગેરકાયદેસરના કૃત્યો કરી રહ્યા છે. ઝાડેશ્વર ગામમાંથી જુગારનો ગણનાપત્ર કેસ મળી આવ્યો હતો. શ્રાવણ મહિનામાં જુગારિયાઓ બેફામ બનતા હોય છે.
મળેલ બાતમીને આધારે મોજે ભોલાવ જીઆઈડીસી ફેઝ -૦૧ ખાતે આવેલ આર.ડી. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર L/60/05 ખાતેથી પતાપાના વડે શ્રાવણીયો જુગાર રમતા કુલ-૦૬ ઈસમોને સ્થળ ઉપરથી રોકડા રૂપીયા તથા જુગારના સાધનો સાથે કુલ રૂપીયા ૭૮,૧૬૦/- ના મુદ્દામાલ સાથે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે છ આરોપીઓને ઝડપી પાડયા હતા તે સહિત બે આરોપીઓ ફરાર થયા હતા જે અંગે ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
(૧) હાર્દિકભાઈ રાજેશભાઇ પટેલ રહેવાસી મ.નં-૧૬ અવધુત સોસાયટી ભોલાવ ગામ તા.જી.ભરૂચ
(૨) ભરતભાઈ ઈશ્વરભાઇ મીસ્ત્રી રહેવાસી મ.નં-૧૬ ઉમાકુંજ સોસાયટી ઝાડેશ્વરગામ તા.જી. ભરૂચ
(૩) વિક્કીભાઇ ઈશ્વરભાઇ રાણા રહેવાસી મકાન નં. ૫૬ નવી ધરતી વિધ્યા નંદજી ચોક, નાગરવાડા વડોદરા
(૪) યાસીનભાઇ અબ્બાસભાઇ વોહરા રહેવાસી જલારામ નગર સોસાયટી, આસોજગામ તા.સાવલી જી.વડોદરા
(૫) આકાશભાઇ સુભાષભાઇ બુધેલીયા રહેવાસી જલારામનગર સોસાયટી, આસોજગામ તા-સાવલી જી- વડોદરા
(૬) હાદીકસસિંહ મોતીસસિંહ પરમાર રહેવાસી ગોહીલવાળુ ફળીયુ આસોજગામ તા.સાવલી જી.વડોદરા
• વોન્ટેડ આરોપીઓ :
(૧) નરેન્દ્રસિંગ ઉફે નંદુ અનોપસસિંગ ગેહલોત રહેવાસી સાઈ રાજ બિંગ્લોઝ ઝાડેશ્વર તા.જી ભરૂચ
(૨) ભાવીનભાઇ જગદીશભાઇ વૈષ્ણવ રહે-હલદરવા ગામ તા.જી ભરૂચ નાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.