Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા નદીમાં એનસીટીએલ કંપની દ્વારા થઇ રહેલા પાણી પ્રદુષણને રોકવા ફરી એકવાર GPCB ને રજુઆત.

Share

– કેમિકલ યુક્ત ગંદા પાણીથી નર્મદા નદીની માછીમારી અને જીવસૃષ્ટિને નુકશાન.

નર્મદા નદીમાં ઝઘડીયા અને અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતું ગંદુ કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે. ઝધડિયા ઔધોગિક વસાહતમાંથી કેમિકલયુક્ત પાણી પાઈપલાઈન મારફતે કાંટિયાજાળ દરિયામાં જાય છે અને તેનું સંચાલન નર્મદા કલીન ટેક લિમિટેડ (એનસીટીએલ) કંપની કરી રહી છે. આ ગંદુ પાણી ભાડભૂત પરિયોજના પહેલા પહેલા બનનારા જળાશય વિસ્તારમાં પહોંચીને નર્મદા નદી પ્રદુષિત કરી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી વારંવાર આ પાઈપલાઈન તૂટવાની ઘટનાઓ બની રહી છે અને આ પાઈપલાઈનનું સંચાલન કરનારા કંપની એનસીટીએલ કોઈ જ યોગ્ય કાર્ય કરી રહી નથી. આ કેમિકલયુક્ત પાણી નર્મદા નદીમાં ભળતા નર્મદા નર્મદા નદીની માછીમારી અને જીવસૃષ્ટિને નુકશાન થઇ રહ્યું છે. વધુમાં બેરેજમાં ઉપરવાસમાં આવુ પાણી સતત વહેતું જોવા મળી રહ્યું છે જે ભાડભૂત બેરેજ બન્યા પછી જળાશયને પ્રદુષિત કરશે એ નક્કી વાત છે.

નર્મદા કલીન ટેક લિમિટેડને પ્રદુષિત પાણી સીધું દરિયામાં નાંખવા અને યોગ્ય ધારા ધોરણો પાલન માટે ફરજ પાડવામાં આવે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા કેસ નંબરઓએ 902/2019 માં આપવામાં આવેલ ચુકાદા મુજબ પ્રદુષિત પાણી નદીમાં છોડવાનું નથી પરંતુ શુદ્ધિકરણ કરી પાઇપલાઈન મારફતે દરિયામાં નાંખવાનું છે. ઝધડિયા વસાહત દ્વારા વગર કોઈ સીઈટીપી પ્રક્રિયા કેમિકલયુક્ત ગંદુ પાણી સીધે સીધું દરિયામાં ઠાલવી દેવામાં આવે છે જેની સામે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજએ વાંધો ઉઠાવ્યો હતો. આ પાઈપલાઈનો વારંવાર લીકેજ થવાથી નર્મદા નદીમાં માછીમારોને કેમિકલ સીધેસીધું અસર કરી રહ્યું છે.

Advertisement

અંકલેશ્વર ખાતેથી પસાર થતી અમલાખાડી એમએસ 29 તેમજ અમરાવતી નદીમાં આવું ઔદ્યોગિક ગંદુ પાણી રોકવા માટે કાર્યવાહી કરવામાં આવે જે સીધું નર્મદા નદીમાં જઇ રહ્યું છે. હાલમાં થોડા સમય પહેલા અંકલેશ્વર ખાતે આવેલ એનસીટીએલના સીઈટીપીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત ગંદુ પાણી આમલાખાડીમાં છોડવામાં આવેલ હતું અને તે પાણી સૂચિત ડેમના ઉપરવાસના વિસ્તારમાં કોયલી ખાડી થઈને દાતિ વિસ્તાર પાસે નર્મદા નદીમાં ભળી ગયું હતું અને રાત્રે હાલમાં પણ ભળી રહ્યું છે. આ બાબત પર એનસીટીએલ કંપનીના પાણી પ્રદુષણને કાયમી રીતે રોકવા પગલાં ભરવાની સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજે માંગ કરી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

સુરત : વેસુ SMC આવાસમાં આજે સવારે ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા હતા.

ProudOfGujarat

વડોદરામાં તબીબી હડતાળના કારણે આરોગ્ય સેવાઓ ઠપ…

ProudOfGujarat

અંકલેશ્વર ના રાજપીપલા ચોકડી પાસે કેમિકલ વેસ્ટ ભરેલ દ્રમ માંથી લીકેજ થતા સ્થાનિકોએ ટ્રક રોકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!