Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધવામાં આવી.

Share

ગત વર્ષે અને આ વર્ષે જેમ ડોક્ટરો અને પોલીસ વર્ગે ખડે પગે લોકોની જીવ બચાવા રાત દિવસ એક કર્યા હતા તે ખરેખર સરાહનીય છે. લોકોનાં જીવ બચાવતા ઘણા એવા ડોક્ટર, નર્સ, પોલીસ કર્મી છે કે તેઓને કોરોના ભરખી ગયો હતો. ગતરોજ ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા એક લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટરો, નર્સો અને કામ કરતાં કામદારો કે જેઓ હાલ પણ કોરોનાના સહિત અન્ય દર્દીઓને હસતાં મુખે સારી એવી સારવાર આપી રહ્યા છે, પોલીસ વિભાગ કે જેઓએ ઓક્સિઝન સિલિન્ડર અર્થે લોકોને મદદ કરી છે તેમજ ૧૦૮ ના કર્મચારીઓ લોકોનું આરોગ્ય વધુ સ્વસ્થય રાખે તે આશ્રયથી ભરૂચ જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા રાખડી બાંધી તેઓનું આયુષ્ય લાબું રહે અને લોકોની સેવા કરતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંતર્ગત ઘણી મહિલાઓ જોડાઈ હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ બે દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે

ProudOfGujarat

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

ProudOfGujarat

પંચમહાલ : મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે 4 બાઈક રેલીઓનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!