કંથારીયા ગામમાં ઘણા વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે જેને કંથારિયા ગામનાં નવ યુવાન મિત્રો અને દેશ વિદેશમાં રહેતા સખી દાતાઓના લોકફાળાના સહકારે ગંદકીનું સામ્રાજય દૂર કરી અને સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી પરંતુ અયુબ આદમ શેઠનાઓએ ઘી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોબિહિશન) એકટ ૨૦૨૦ હેઠળ નોંઘાવેલ ફરિયાદ રદ કરવા ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
આજરોજ તા-૨૩/૦૮/૨૦૨૧ ને સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે ભરૂચ જિલ્લાના સમાહર્તા માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને કંથારિયા ગામે જંબુસર રોડની બાજુમાં કંથારિયા ગામના નવયુવાન મિત્રો અને દેશ-વિદેશમાં વસતા સખીદાતાઓના સહકારથી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી ભારત સરકારનું સ્વપ્ન કે જે સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત કોઇપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કંથારિયા ગામે કોમ્યુનિટી ગાર્ડન, ડ્રીમ વેલ્લી કાઇડસ પાર્ક તેમજ સાર્વજનિક પીવાના પાણીની પરબનું નિર્માણ કરેલ જેના સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠનાઓએ ઘી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોબિહિશન) એકટ ૨૦૨૦ હેઠળ નોંઘાવેલ ફરિયાદ રદ કરવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.