ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામે ભરૂચ જિલ્લા પંચાયતમાં કામ કરતાં મહિલા સભ્યે અનુસુચિત જાતી અંગે નિંદનીય ટિપ્પણી કરતાં સમાજના લોકો લાલઘૂમ થયા હતા તે સહિત સમગ્ર મામલો ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ગતરોજ ગામમાં રહેતા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય સરલાબેન પટેલે ઓનલાઇન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ કરી હતી જેમાં સમાજના વિરોધની અંદર એક નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી, જે સમાજની લાગણીને દુભાય તે રીતે હતી જેથી આજરોજ સમગ્ર સમાજના લોકો ભેગા થઈ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી થાય જે અંગે સમગ્ર સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સમાજ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે જો આ અંગે 24 કલાકની અંદર કોઈપણ પ્રકારે એક્શન લેવામાં નહીં આવે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Advertisement