Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ

Share

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી – ભરૂચ ખાતે બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટેના ગોલ્‍ડન અને સીલ્‍વર નંબર માટેની GJ-16-CG ના ગોલ્‍ડન અને સીલ્‍વર નંબરના સીરીઝની RE-AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્‍છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્‍ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૨૦/૦૨/૨૦૧૮ થી તા.૨૧/૦૨/૨૦૧૮ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેના ફોર્મ રજીસ્‍ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્‍લીકેશન કરવાની રહેશે. (૨) તા.૨૧/૦૨/૨૦૧૮ ના રોજ બે કલાક પછીથી તા.૨૨/૦૨/૨૦૧૮ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૨૩/૦૨/૨૦૧૮ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

કૃષિ સુધારણા બિલ પસાર થતાં ખેડૂતોની ગૂંચવણનો અંત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશોત્સવ નો પ્રારંભ :ઠેરઠેર શ્રીજી બિરાજમાન :હાલોલ નગર માં યુવાને ફટકડીના ગણપતિ ની સ્થાપના કરી અનેરો સંદેશ આપ્યો

ProudOfGujarat

મહેમદાવાદ સ્ટેશન પાસે ટ્રેનમાંથી શિક્ષકનાં બેગની ચોરી કરી ઈસમ ફરાર

ProudOfGujarat
error: Content is protected !!