Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વ. અહેમદ પટેલની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જીલ્લામાં અલગ-અલગ કાર્યક્રમો યોજાયા.

Share

આજરોજ 21 મી ઓગષ્ટનાં રોજ કોંગ્રેસી પ્રભારી અહેમદ પટલેની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ગત વર્ષે 26 મી નવેમ્બરના રોજ કોરોના મહામારીને કારણે અહેમદ પટેલનું મૃત્યુ થયું હતું. અહેમદ પટેલની જન્મજયંતી નિમિતે અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ વર્ષે કોંગ્રેસ કાર્યાલય પર અહેમદ પટેલની ઓફિસમાં તેમની જ્ગ્યા પર બેસીને યાદો તાજા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા તે સહિત તેમની પુત્રી મુમતાઝ પટેલે તેમના પિતાના ફોટોને હાર પહેરાવીની નમન કર્યા હતા અને કોંગેસી આગેવાનો સાથે તેમના અમુક ખાસ પળોને યાદ કરી તેઓને યાદ કર્યા હતા.

અહેમદ પટેલની મહેનત થકી ભરૂચની સામાન્ય જનતા માટેની સેવાશ્રમ હોસ્પિટલ કે જેમાં ઓછા ખર્ચે સારી સારવાર મળી રહે છે જેમાં કેટલાય દર્દીઓ સાજા થાય છે ત્યાં તેઓની પુત્રી મુમતાઝ પહોંચી અને દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યુ હતું તે સહિત કોંગેસી આગેવાનોએ રક્તદાન કરી અને અહેમદ પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ વિક્કી શોખી, સંદીપ માંગરોલા, સમસાદ અલી સૈયદ, પરીમલસિંહ રણા, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ ના ફુરજા દત્ત મંદિર ખાતે રથ યાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી…….

ProudOfGujarat

અમદાવાદના નેક્સસ વન મોલ દ્વારા તમામ Nexus મોલ્સના ગ્રાહકો માટે વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રારંભ

ProudOfGujarat

બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં બીજી સફળતા, દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!