Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં પણ SMA1 નામની બીમારીથી એક ત્રણ મહિનાનું બાળક છે પીડિત.

Share

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનો એક બાળક ધૈર્યરાજ રાઠોડ જેવી બીમારીથી પીડિત છે, બાળકના કાકા બાળકને મદદરૂપ થવા માટે જાહેર જનતાને અપીલ કરી છે.

અંકલેશ્વર ખાતે રહેતાં પવાર પરિવારના 3 મહિનાના બાળક પાર્થ પવારને SMA1 અત્યંત ગંભીર બીમારી જે ધૈર્યરાજ રાઠોડને હતી એવી બીમારીથી ગ્રસ્ત થયેલ છે સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોય પરીવાર લોકો પાસે મદદની અપીલ કરી રહ્યા છે. પાર્થના કાકાએ મીડિયા દ્વારા અપીલ કરી છે જે પ્રકારે ધૈર્યરાજનો જીવ બચાવવા લોકો મદદરૂપ થયા હતા એ જ રીતે પાર્થનો જીવ બચાવવા મદદ કરવા વિનંતી કરી હતી. હાલ બાળક હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જે કોઈ વ્યક્તિને મદદરૂપ થવું હોય 8866672664 નંબર પર કોન્ટેક્ટ કરી શકાય છે.

Advertisement

અગાઉ ગીર સોમનાથનો વિવાન પણ આજ બીમારીથી પીડાય રહ્યો હતો જે માત્ર 4 જ મહિનાનો હતો અને તેને ગત 15 દિવસ પહેલા જ દુનિયાને અલવિદા કહ્યું હતું. જેથી આવા બાળકોને સારું જીવન દાન મળે જે અર્થે અંતે પરિવારે જાહેર જનતાને મદદરૂપ થવા માટે અપીલ કરી હતી.


Share

Related posts

માંગરોળના વેરાવી ગામે ત્રિપલ અકસ્માત સર્જાયો. ત્રણ બાઈકચાલક વચ્ચે અકસ્માત થયો.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવા બાબતે ઝઘડો, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ.

ProudOfGujarat

ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!