ભરૂચ સહિત સમગ્ર દેશમાં આજરોજ મહોરમ પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે તાજિયાની ઉલ્લાસભેર સજાવટ કરી અને જુલૂસ કાઢવામાં આવે છે પરંતુ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં આ વર્ષે તાજિયા નીકળ્યા નથી અને તહેવારની શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા તાજિયા પ્રમુખ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે, આજરોજ મહોરમ પર્વની મુસ્લિમ ભાઈઓ તથા બહેનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અગાઉ ભરૂચ તાજિયા કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે સર્વ સંમતિથી તાજિયા જુલૂસ ન કાઢવા અંગે મનાઈ કરવામાં આવી હતી. જેમાં દરેક મુસ્લિમ ભાઈઓએ તે અંગે માન રાખ્યું હતું. આજરોજ અલ્લાહને યાદ કરી અને પોતાની મન્નત અને બાધાઓ પૂરી કરવામાં આવે છે.
જેથી આ વર્ષે તાજિયા બેઠક પર જ હોવાથી લોકોએ જગ્યા પર જઇને મન્નત અને બાધા પૂરી કરવી પડશે. જેથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી અને આ વર્ષે શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસથી મહોરમની ઉજવણી કરાઇ હતી.
ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.
Advertisement