અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલવે ડાઉન લાઇન ટ્રેકની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ટ્રેનની નીચે પડી જતા મોત નીપજ્યુ હતું. અંકલેશ્વર પંથકમાં છેલ્લા બે મહિનામાં ટ્રેન સામે આવી અને આપધાતના બનાવો ઘણા વધી રહ્યા છે તેની પાછળ કોરોના મહામારી પછીની બેકારી છે..? લોકો પોતાના જીવનથી નાસીપાસ થઈ અને આપઘાત કરી રહ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર શરદભાઈ મનહરભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૪ રહે બિલાઠા નિશાળ ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ તેઓ GRD માં ઘણા સમયથી ફરજ નિભાવતા હતા થોડા દિવસથી તેઓ રજા પર હતા. ગઈકાલે બપોરે પોતાના ઘરેથી જણાવ્યા વગર નીકળી ગયા હતા દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલ્વે ડાઉન લાઇન ટ્રેક પર ટ્રેનની નીચે પડી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથઘરી હતી. જોકે આ ટ્રેન નીચે પડી જતાં મોત છે કે સુસાઇટ છે તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર