પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતીના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજ સવારથી જ કોંગ્રેસના નેતાઓએ પુષ્પાંજલિ પાઠવી હતી. તે જ રીતે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તે જ રીતે રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. તેમના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ બાદ તેઓએ પાયલોટની કામગીરી છોડી અને દેશની જે રીતે સેવામાં જોડાયા તેને યાદ કરવામાં આવ્યું હતું.
ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ વિક્કી શોખીએ જણાવ્યુ હતું કે, આજે રાજીવ ગાંધીનો આજે 76 મો જમદિવસ છે તેઓએ કરેલ કામોને તેમણે બિરદાવતા જણાવ્યુ હતું કે મત અધિકાર માટે 18 વર્ષની વય મર્યાદા રાજીવ ગાંધી દ્વારા નક્કી કરવામાં આવી હતી. તેઓએ દેશને વિશ્વની અંદર સ્પેસ ક્ષેત્રે અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ક્ષેત્રે દેશનું નામ વધાર્યું હતું. મોબાઈલ ટેક્નોલોજીનો પણ સિંહ ફાળો રાજીવ ગાંધીનો રહ્યો છે. જે અર્થે તેઓનો આભાર માનવો ઘણો મહત્વનો છે.
આજરોજ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શહેર પ્રમુખ વિક્કી શોખી, ગણેશભાઈ સુગર ચેરમેન સંદીપ માંગરોલા, પ્રદેશ મંત્રી અરવિંદ ધોરાવાળા, ભરૂચ નગરપાલિકા દંડક હેમેન્દ્ર કોઠીવાળા, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, રાધે પટેલ, ઈબ્રાહીમ કલકલ, રફીક ઝગડીયાવાળા અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો.
Advertisement