કોરોના મહામારીના ઘાતકી હુમલા બાદ દેશમાં દરેક વસ્તુ માટે મંદી છે ત્યારે રાખડીના વેચાણમાં પણ મંદી છે. આગામી રવિવારના રોજ સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર માનવવામાં આવશે ત્યારે ભરૂચ પંથકમાં પણ રાખડીના વેચાણમાં મંદીનો માહોલ હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.
તે સાથે એક દિવસમાં જેટલું વેચાણ થવું જોઈએ એનું ત્રણ દિવસમાં પણ વેચાણ થઈ રહ્યું નથી. રાખડીઓની વેરાયટીની વાત કરીએ તો પંથકમાં મેડ ઇન ચાઇનાની રાખડીઓ આવતી હતી જે ભારતમાં પ્રતિબંધ બાદ તેનો સ્ટોક પણ બંધ થઈ ગયો છે જેને કારણે વેચાણકર્તાઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. માર્કેટમાં રાખડીના ભાવોમાં 20% નો વધારો થયો છે જેથી લોકો હવે ઓનલાઈન રાખડીઓ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ઓનલાઈન ભાવો ઓછા હોવાને કારણે લોકો આકર્ષાઈ રહ્યા છે.
પહેલા તહેવાર દરમિયાન બજારમાં રોનકનો માહોલ જોવા મળતો હતો, લોકો ખરીદી કરવા માટે નીકળતા હતા તે હવે કોઈપણ અંશે જોવા મળી રહ્યું નથી અને લોકો ઘરે બેઠા જ વસ્તુઓ મંગાવી અને તેનો આનંદ માણી રહ્યા છે પરંતુ તેનાથી વર્ષોથી વેચાણ કરતા લોકોને માઠી અસર થઈ રહી છે.
ભરૂચ પંથકમાં રાખડીનાં સ્ટોલ પર મંદીનો માહોલ : વેચાણકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા.
Advertisement