Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્‍તાર ‘નો પાર્કિંગ ઝોન’

Share

 

ફોર લેન બ્રીજ વીથ એપ્રોચીઝ એક્રોસ રીવર નર્મદા નીયર ગોલ્‍ડન બ્રીજ ઓન ઓલ્‍ડ ને.હા.-૮ કી.મી. ૧૯૩/૮ થી ૧૯૫/૨ ની કામગીરી શીતલ સર્કલ ઉપર શરૂ કરવાની હોઇ, શીતલ સર્કલ વિસ્‍તારમાં અવર-જવર કરતી એસ.ટી. બસો તેમજ પ્રાઇવેટ લકઝરી બસો અને અન્‍ય પ્રાઇવેટ વાહનોને અન્‍ય રુટ ઉપર ડાયવર્ટ કરવું આવશ્‍યક જણાતા જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી સંદિપ સાગલેએ મળેલ સત્તાની રૂ એ તા.૧૫/૦૩/૨૦૧૮ થી તા.૧૩/૦૪/૨૦૧૮ સુધી દિન-૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના યુ ટર્નથી શીતલ સર્કલ સુધીનો રસ્‍તો ભારે વાહનો માટે બંધ કરવા તથા કસક નાળા ઉપરથી વાહન વ્‍યવહાર બંધ કરવા હુકમ કરેલ છે.

Advertisement
  • આ રસ્‍તો બંધ થવાથી વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા તરીકે નીચે જણાવેલ રસ્‍તાનો ઉપયોગ કરવાનો રહેશે.
  • વડોદરા તરફના ટુ વ્‍હીલર વાહનો શીતલ સર્કલ, કસક સર્કલ થઇને પોલીસ ચોકીની બાજુમાંથી નગરપાલિકા વિસ્‍તારનો સી.સી. રોડ પર થઇ ગુરૂદ્વારાની બાજુમાં થઇને ગોલ્‍ડન બ્રીજ થઇ અંકલેશ્વર-સુરત તરફ ડાવર્ટ કરવા(આ રસ્‍તા પરથી માત્ર ટુ વ્‍હીલર વાહનો જઇ શકશે).
  • સુરત-અંકલેશ્વર તરફના ટુ વ્‍હીલર વાહનો ગોલ્‍ડન બ્રીજ પર થઇને કસક નાળા પહેલા જમણી બાજુ થઇ મસ્‍જીદની બાજુમાં પસાર થતો નગરપાલિકાના સી.સી. રોડ પર થઇને કસક સર્કલથી શહેરમાં જતા કસક નાળા પહેલા મુખ્‍ય રસ્‍તામાં અવર-જવર માટે ડીવાઇડર નજીકથી કસક સર્કલ થઇ શીતલ સર્કલ થઇ વડોદરા તરફ ડાયવર્ટ કરવા(આ રસ્‍તા પરથી માત્ર ટુ વ્‍હીલર વાહનો જઇ શકશે).
  • એ.બી.સી. સર્કલ તરફથી આવતી ખાનગી કંપનીઓની લકઝરી બસો તથા ભારે વાહનો ભોલાવ ઓવરબ્રિજ સામેના યુ ટર્ન સુધી આવે અને ત્‍યાંથી પરત જાય તે રીતે વાહનો ડાયવર્ટ કરવા.

એ.બી.સી. સર્કલ તથા શક્‍તિનાથ સર્કલ તરફથી ભોલાવ ઓવરબ્રિજ થઇને આવતા ભારે વાહનો કોલેજની બાજુમાંથી પસાર થતા પાકા ડામરના રોડ ઉપર થઇ જ્‍યોતિનગર, શુભમ સોસાયટી સામે બસ સ્‍ટેશન તરફ ડાયવર્ટ કરવા તેમજ એસ.ટી. બસો ઝાડેશ્વર – જ્‍યોતિનગર થઇ કસક સર્કલ થઇ હાલ કામચલાઉ ઉભા કરવામાં આવેલ ભોલાવ ખાતેના બસ સ્‍ટેન્‍ડમાં જાય છે તે બસોને ઝાડેશ્વરથી નર્મદા ચોકડી થઇ એ.બી.સી. ચોકડી થઇ ભોલાવ એસ.ટી. ડેપો ખાતે ડાયવર્ટ કરવી.

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્‍તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવેલ છે.

ગોલ્‍ડન બ્રિજ પરથી માત્ર ટુ વ્‍હીલર વાહનો અવર-જવર કરી શકશે, ફોર વ્‍હીલરો તથા અન્‍ય ભારે વાહનોએ ઝાડેશ્વર થઇ વડોદરા – સુરત રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં.૮ પરથી અવર-જવર કરવાની રહેશે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્ય ઉજવણી

ProudOfGujarat

મહેમદાવાદના રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરીનાર ચાર સામે ફરીયાદ, ત્રણની ધરપકડ કરાઈ

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આજે તલાટી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat
error: Content is protected !!