વરસતા વરસાદમાં ફિલ્મ જેવો ખૂની ખેલનો નજારો જોઈ વેપારીઓના પણ હોશ ઉડી ગયા હતા. ભરૂચના નર્મદા માર્કેટમાં ગત રોજ તા. 17 ઓગષ્ટની રાતે જાહેરમાં LED લાઇટ હાઉસમાં કામ કરતાં એક વ્યક્તિને ચપ્પુના ઉપરાછાપરી 12 જેટલા ઘા ઝીંકી તેની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ આરોપી પોતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હોવાની ચર્ચાઓ સામે આવે છે. હત્યારની પત્ની સાથે ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા મૃતકના સંબંધો હોય જેને પગલે મોકો મળતા જ યુવકને મોતને ઘાટ ઉતારવાની ચકચારી ઘટના સામે આવી હતી.
ગતરોજ રાતે ભરૂચના નર્મદા માર્કેટમાં એક વ્યક્તિની પાછળ અન્ય એક વ્યક્તિ ચપ્પુ લઈને પડ્યો હતો. આ જોઈ નર્મદા માર્કેટનાં વેપારીઓ પણ અચંબિત થઈ ગયા હતા. દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. વેપારીઓ કઈ મદદે પહોચે તે પહેલા જ હત્યારો ફરાર થઇ ગયો હતો. અને આની યુવકનું તે જ ક્ષણે મોત નીપજ્યુ હતું, ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જે બાદમાં જાતે જ એ ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ગયો છે. હત્યારાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મારનાર આરોપીનું નામ અઝરુદ્દીન આસીફ મન્સૂરી રહે.
ખુશ્બુ પાર્ક શેરપુરા ભરૂચ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યા પરથી પડદો ઊંચકાયો હતો. આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસેનના અનૈતિક સંબંધ હતા. વારંવાર આરોપી આર્યનને સમજાવતો હતો પરંતુ તે ન માનતા તેને આ અંતિમ પગલું ભર્યું હતું અને આર્યનહુસેને છરીના ઉપરાછાપરી 12 જેટલા ઘા ઝીંકી ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે અંગે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી.