ભરૂચમાં રહેતા આરીફ બુટલેલ કે જેઓ આર્કીટેક્ટ ડ્રોઈંગ અને પ્લાનિંગના વ્યવસાયમાં છે એ રાઇફલ શૂટિંગમાં 8 મી વેસ્ટ ઝોન રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપ ઇવેન્ટમાં તા 15 મી ઓગષ્ટ અને 16 મી ઓગષ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં નેશનલ કક્ષાએ રમવા માટે ક્વોલિફાઇ થયાં છે તથા ભૂતકાળમાં પણ 56 મી ગુજરાત રાજ્ય કક્ષાની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યુ અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આરીફ બુટલેલ દ્વારા 50 મીટર 0.22 રાઇફલની રેન્જ ભરૂચ રાઇફલ કલ્બમાં સુવિધા ન હોવાથી તેમને બરોડા કલવમાં મેમ્બર બની દિવસ રાત પરિશ્રમ કરીને આ સિદ્ધિ મેળવેલ છે. આ સ્પર્ધામાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા રાજ્યમાંથી કુલ 180 શુટરોએ ભાગ લીધો હતો. જેમાં આરીફ પોતાની કલા દર્શાવી નેશનલ લેવલે માટે ક્વોલિફાઈ થયાં હતા. જે માટે આરીફએ તેમના કોચ વિકાસ વિક્રમસિંહ અને બરોડા રાઇફલ ક્લબનો આભાર માન્યો હતો.