Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કરી નર્મદા માર્કેટમાં થયેલ હત્યા અંગેનું મૂળ કારણ શોઘ્યું.

Share

ગતરોજ તા. 17 મી ઓગષ્ટના રોજ ભરૂચ પંથકમાં વધુ એક ખૂની ખેલ રચાયો હતો. રાત્રિના અંધકારમાં એક ઇસમે નર્મદા માર્કેટમાં એલ.ઇ.ડી લાઇટ હાઉસમાં કામ કરનારા વર્કશોપમાં ફેબ્રિકેશનનું કામ કરી રહેલા આર્યનહુસેન ઝહરુદ્દીન મન્સૂરી નાઓની જ કોમના ઈસમ નામે અઝરુદ્દીન આસિફ મન્સૂરીનાએ અચાનક જ વર્કશોપ પર આવીને ચપ્પુ કાઢી કામ કરતા આર્યનહુસેનને પેટના ભાગે, છાતીના ભાગે, ગળાના ભાગે અને હાથના ભાગે એક પછી એક ચપ્પુના ઘા ઝીંકી નાંખ્યા હતા જે બાબત ઘણી ચકચાર બની હતી.

ભરૂચ એ.ડિવિઝન પોલિસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી હતી અને ગણતરીના કલાકોમાં તેનું મૂળ કારણ શું હતું તેની પણ તપાસ કરી લીધી હતી. પોલીસ સૂત્રો અનુસાર જાણવા મળેલ કે આરોપી અઝરુદ્દીન આસિફ મન્સૂરી રહે ખુશ્બુ પાર્ક, શેરપુરા ભરૂચની પત્ની સાથે મરણ પામનાર આર્યનહુસેન ઝહરુદ્દીન મન્સૂરીના અનૈતિક સંબંધ હતા જેથી આરોપીએ ગુસ્સામાં આવી અને કાવતરું કર્યું અને મરનારના શરીરમાં બાર જેટલા તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને આરોપી ફરાર થઈ ગયો હતો.

Advertisement

અનૈતિક સંબંધને કારણે આર્યન હુસેનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું હતું જે બાદ ફરાર થયેલ આરોપીને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમ સજ્જ.

ProudOfGujarat

વડોદરા : યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી આપવાના નામે 16.50 લાખની ઠગાઈ, પોલીસ કમિશનર સમક્ષ કરાઇ રજૂઆત.

ProudOfGujarat

જૂનાગઢના ગાંઠીલા ગામે ઓઝત નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના મોત, 5 વર્ષમાં 18 લોકો ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!