ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના એક નગરસેવકે સફાઈ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ સામે આવ્યા હતા. નગરપાલિકાના સીઓ સંજય સોની અને પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી પરંતુ સમગ્ર ઘટનામાં રજૂઆત કરનારએ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે રજૂઆત કરી હોવાના આક્ષેપ નગરસેવકે કર્યા છે.
સફાઈ કામદાર કિરણ સોલંકીના જણાવ્યા અનુસાર આજરોજ સવારે એક કર્મચારીઓનો તેમના પર ફોન આવ્યો હતો જેમાં હોમેન્દ્ર કોઠીવાલાએ કામદારો સાથે બળજબરી કરી અને પોતાની રીતે દબાણ પૂર્વક કામગીરી કરવી રહ્યા છે, જેમાં તેઓએ અપશબ્દોનો ઉપયોગ કરી અને અભદ્ર ભાષામાં કર્મચારીઓ સાથે વાત કરી સાથે જો કર્મચારી કામ કરવા અર્થે વિરોધ કરે તો તેને ધમકીઓ આપી અને રોજબરોજની હાજરીઓ કાઢી લઈ અને ગેરરીતિ ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું હતું જેથી યુનિયન દ્વારા ચીફ ઓફિસર સંજય સોનીને રજૂઆત કરવામા આવી હતી.
કેટલાક સફાઈ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયો હોવાના કારણે કહેવાતા લીડર રજૂઆત કરવા દોડી ગયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એક નગરસેવકે સફાઈ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપો સાથે સફાઈ કર્મચારીઓના કહેવાતા લીડર દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને સીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સાચા અર્થમાં વિવાદ શું છે તે વાતથી રજૂઆત કરનાર અજાણ હોવાના આક્ષેપો પણ કોંગ્રેસી નગરસેવકે કર્યા છે અને તેઓએ રજૂઆતના બહાને મીડિયામાં ચમકવાની નીતિ હોવાના પણ આક્ષેપ નગરસેવકે કર્યા છે.
કોંગ્રેસના નગરસેવકે ગાળો ભાંડી હોય કે અભદ્ર વર્તન કર્યું હોય તેનો કોઈ વિડીયો કે ઓડિયો રજૂઆત કરનારે રજૂ કર્યો છે ખરો કે માત્ર સફાઈ કર્મચારીએ કહ્યું અને રજૂઆત કરવાનું બહાનું મળી ગયું..? કોંગ્રેસના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાના વિસ્તારમાં સફાઇ કર્મચારીઓની ગેરહાજરી હોય જેના કારણે પૂરતાં વિસ્તારોમાં સફાઈ કામ થતું ન હોવાના કારણે નગરસેવકે પોતાની ફરજના ભાગરૂપે વોર્ડ ઓફિસમાં પહોંચી જઈ તપાસ કરી હતી અને સફાઈ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતા હોય જેના કારણે પૂરતા પ્રમાણમાં સફાઈ ન થતી હોવાના આક્ષેપ સાથે નગરસેવકે સ્થળ ઉપરથી સીઓને ટેલીફોનીક રજૂઆત કરી હતી જેના પગલે જે તે વોર્ડના મુકદમ દ્વારા સફાઇ કર્મચારીઓને ફરજ મોકુફ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે નગરસેવકે રજૂઆત કરનાર ઉપર પણ આક્ષેપ કર્યા હતા કે રજૂઆત કરનારે સમગ્ર ઘટનામાં સાચું શું છે તે જાણવાની જરૂર છે અને અમને જનતાએ મત આપીને ચૂંટેલા છે એટલે તેઓના વિસ્તારમાં કામ થવું જોઈએ તે જવાબદારી અમારી છે હેમેન્દ્ર કોઠીવાલાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું.