આજરોજ ભરૂચ નગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે વેરો ભરવા આવેલ લોકો અટવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સરકાર દ્વારા કોરોના મહામારીને લગતી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવે છે અને ત્યાનાં જ કર્મચારીઓ દ્વારા તે ગાઈડલાઈનોનું પાલન ન કરતા હોવાનું જણાઈ રહ્યું છે. સિવિક સેન્ટર ખાતે મેનેજમેન્ટનો અભાવ હોવાનો આક્ષેપ વેરો ભરવા આવનારા લોકો દ્વારા કરવામાં આવી રહ્યો હતો.
વેરો ભરવા આવેલ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વેરા માટે ભરવામાં આવતી રકમ અર્થે તેઓએ સિવિક સેન્ટરો પર આવું પડતું હોય છે તે સાથે સાથે જણાવામાં આવ્યું હતું કે ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી. કોરોના મહામારી હજુ શરૂ જ છે ત્યારે લોકો દ્વારા કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામા આવ્યું ન હતું તે સાથે વધતી જતી લાઈનો વચ્ચે બે જ કાઉન્ટર ચાલુ હતા જેથી નગરપાલિકા કર્મચારીઓએ કાઉન્ટર વધારવા જોઈએ જેથી જો કોરોનાનું સંક્રમણ ફેલાતું હોય તો અટકે તેમજ મહિલાઓ અને સિનિયર સીટીઝનની અલગથી લાઈનો હોવી જોઈએ.
ભીડને લીધે સિનિયર સીટીઝન અને મહિલાઓને ઘણી તકલીફ થઈ રહી હતી તે સહિત જણાવવામાં આવ્યું હતું કે સિવિક સેન્ટરમાં ખુરશીઓ પણ નથી અને પંખાઓ પણ નથી જેથી આવનારા દરેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે તો વહેલી તકે મેનેજમેન્ટ સાથે કામ થાય અને જેમ ગોકળગતિએ કામ ચાલી રહ્યું છે તેમ ન ચાલે તેવી લોકમાંગ ઉઠી છે.