Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં બુટલેગરો બેફામ : દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી.

Share

ભરૂચમાં બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેવા આક્ષેપો થયા છે અને ધોળીકુઈના ભાલીયાવાડ વિસ્તારમાં એક યુવક વિસ્તારમાં આંટાફેરા મારતો હોવાનું કહી બુટલેગરો તેની પર તૂટી પડતાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યારે ઇજાગ્રસ્તએ એ ડિવિઝન પોલીસ મથકે બુટલેગર સહિત અન્ય સાથીદારો સામે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના ધોળીકુઈના ભાલીયાવાડ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ વિનોદભાઈ જાદવ પોતાની મોટરસાયકલ લઈ પોતાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ભૃગુ વસાવાએ તેને રોકી અમારા ફળિયામાં કેમા આંટાફેરા મારે છે હવે તને નહીં છોડે તેમ કહી તેની સાથે રહેલા અન્ય વિશાલ વસાવા, કરણ મારવાડી, પિયુષ નાયક સહિતના અન્ય લોકોએ ધર્મેશ જાદવ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં ધર્મેશ જાદવને નાકના ભાગે ઇજા થતાં તેને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

જોકે આમાં વિશાલ વસાવા બુટલેગર હોય અને દારૂનો વેપાર કરતો હોવાના કારણે આ વિસ્તારમાં દારૂનું દુષણ વધી રહ્યું હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કર્યા છે, રહીશોએ પણ આજે દારૂનું દૂષણ દૂર કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા પોલીસ બુટલેગરોના છાવરતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા એ ડિવિઝન પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહી છે. બુટલેગરો એટલી હદે હેરાનગતિ પર ઉતારી આવ્યા છે કે કચરો નાંખવા જતી મહિલાઓને પણ છેડી રહ્યા છે, માર મારી રહ્યા છે.

પોલીસે પણ ઇજાગ્રસ્તની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે, હાલ તો પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પોલીસ ગુનેગારોને કાયદાનું ભાન નહીં કરાવે તો રહીશો ઉપવાસ આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકો દ્વારા જણાવ્યા પ્રમાણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતાં સ્થાકોને રાત્રિ દરમિયાન રસ્તો બદલી નાંખવાનું જણાવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસ તંત્ર હપ્તા સિસ્ટમને બઢાવો આપી રહી હોવાનુ સ્થાનિકો દ્વારા આક્ષેપો લાગવામાં આવ્યા હતા. વહેલી તકે જો દારૂના અડ્ડાબંધ નહીં થાય તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જેમાં હુમલામાં ઇજા પામનાર ઇસમે બુટલેગરો સામે આઈ.પી.સી કલમ 307, 120 (બી) ,143, 144, 145, 146, 147, 148, 148, 325 અને 326 નો ઉમેરો કરવા વિનંતી કરી હતી.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામની સહજાનંદ સોસાયટીમાં જુગાર રમતા પાંચ જુગારીઓને શહેર પોલીસે ઝડપી લઇ 31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

રક્ષાબંધનની અભિનેત્રી સાદિયા ખતીબે ડિઝાઇનર મહિમા મહાજન માટે તેનું પ્રથમ રેમ્પ વોક કર્યું

ProudOfGujarat

ભરૂચ : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઇલેકટોરલ લિટરેસી ક્લબ દ્વારા મતદાન જાગૃતિ રેલી અને સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!