ભરૂચ પંથકમાં આવેલ ગુજરાત ગેસના ઉચ્ચ કક્ષાના આધિકારીઓ નીચલી કક્ષાના કર્મચારીઓને હેરાન કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ ગુજરાત ગેસમાં કામ કરતાં કર્મચારીને પૂરતું પેમેન્ટ ન મળતા આખરે કંટાળીને તેની પત્ની, છ થી સાત મહિનાનું બાળક સહિત એક ત્રણ થી ચાર વર્ષના બાળક અને તેના વૃદ્ધ પિતા સાથે આકરા તાપમાં ધરણા પર બેઠો હતો.
બનાવ અંગે કર્મચારી દીલપેશ પ્રજાપતિએ દ્વારા જણાવામાં આવ્યું હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી ગુજરાત ગેસ ખાતે પોતાના કર્તવ્યથી અને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. જયારે કંપની દ્વારા ફરજ નિભાવાની વાત આવી તો કંપની પીછે હટ થઈ ચૂકી છે. તેમના જણાવ્યા અનુસાર દર મહિને પગારમાંથી આરોગ્યના હેતુસર અમુક રકમ કપાઈ છે. જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ દવાખાનાના અંગત કામ માટે વપરાયેલ નાણાં પેટે પહેલા તમે જાતે જ પેમેન્ટ કરી દો ત્યારબાદ કંપની પેમેન્ટ ચૂકવે તેવું જાણવામાં આવ્યું હતું.
પરંતુ છેલ્લા છ મહિનાથી કંપની દ્વારા પેમેન્ટ સ્ટોપ સહિત અન્ય બહાના કરવામાં આવી રહ્યા છે, તે સહિત છેલ્લા સાત વર્ષથી પગારમાં પણ કોઈ વધારો કરવામાં આવતો નથી. ઉચ્ચ અધિકારીઓએ પણ તરછોડીને વ્યવસ્થિત રીતે જવાબો આપી રહયા નથી તેથી કર્મચારીને તેનો હક મળી રહે તે માટે પોતાની પત્ની, નાનું બાળક સહિત છ થી સાત વર્ષના બાળક અને તેના પિતા સામે ધરણા પણ બેઠો હતો અને જ્યાં સુધી તેને તેના હકની માંગ પૂરી નહિ થાય ત્યાં સુધી ત્યાં સુધી લડત ચલાવશેની પુકાર ઉઠી છે.
રિધ્ધી પંચાલ, ભરુચ