Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ : નબીપુરની ટીમ 1-0 ગોલથી ફાઇનલમાં વિજેતા બની.

Share

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ ખાતે ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ફાઇનલ મેચ નબીપુર અને કોસમડીની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચ ખૂબ જ દિલધડક તબક્કામા પહોંચી હતી. બંને ટીમો વચ્ચે બરાબરનો મુકાબલો જામ્યો હતો. અંતે આ મુકાબલો નબીપુરની ટીમે 1 વિરુદ્ધ 0 ગોલથી જીતી લીધો હતો.

ફાઇનલ સહિત સમગ્ર ટુર્નામેન્ટમાં નબીપુરના ગોલકીપર સાહિલ ધોકલિયાએ સુંદર કામગીરી બજાવી હતી જેથી તેમને બેસ્ટ ગોલકીપર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ અપાયો હતો. આયોજકો તરફથી વિજેતા ટીમના દરેક ખેલાડીઓને મેડલો અપાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે નબીપુર ટીમના કેપટન સલમાન ઘાસવાળાની આગેવાનીમાં આ વર્ષે આ ત્રીજી ટ્રોફી જીતી છે. અગાઉ બેવાર અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે યોજાયેલ ટૂર્નામેન્ટ જીતી હતી. આ જીતથી નબીપુર ગામમાં ખુશીનું મોજું ફરી વર્યું છે અને વિજેતા ટીમનું ગામમાં ભવ્ય સ્વાગત કરાયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અભિનેત્રી કાવ્યા થાપરની પ્રથમ ફિલ્મ મિડલ ક્લાસ લવની સફળતા બાદ ગુરુજીના આશીર્વાદ લેવા અને લંગર ચઢાવવા અનંતધામ દેહરાદૂન પહોંચી.

ProudOfGujarat

તેનું કાલા ચશ્મા જચતા વે’ બરોડિયન ગર્લ્સે છેલ્લા નોરતે ગરબા ગ્રાઉન્ડ પર મચાવી ધૂમ

ProudOfGujarat

સેવલિયાના બળાત્કારનાં આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!