Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા પાલેજ ખાતે પહોંચી.

Share

કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશનું સ્વાગત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને કાર્યકરો, ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાનું ફટાકડા ફોડી ઢોલ-નગારા સાથે અને ફુલહાર વરસાવી કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી દર્શના બેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય સલીમ ખાં ઉર્ફે મલંગ ખાન પઠાણ, તાલુકા મંત્રી સાલેહ બાદશાહ, પાલેજ તાલુકા પંચાયતના સભ્ય સલમાબેન પઠાણ, ભરૂચ લઘુમતી સેલના ઉપપ્રમુખ ગુલામભાઈ નાથા, અનસૂયાબેન વસાવા, સહેજાદ જોલી, ઈરફાન બોબી દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસંગભાઈ ગોહિલ, મહામંત્રી વિનોદભાઈ પટેલ, મંત્રી નિશાંતભાઈ મોદી, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત : પ્રથમ લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટનું આજે ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

રાજપારડી ગામે વીજ કંપની દ્વારા ટીસી પરના ઝંપરો પર રબરના કવર ચઢાવવામાં આવ્યા.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટર પર પહોંચી, જળ સપાટીમાં 16 સેન્ટીમીટરનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!