Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના નબીપુરમાં સુગત સ્ટ્રીટમાં DGVCL ની લાઈનનાં કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

નબીપુર ગામમાં આવેલી સુગત સ્ટ્રીટમાંથી પસાર થતી DGVCL ની લો ટેનશન લાઈનના વીજ થાંભલા પરથી ઘર વપરાશના વિજ પુરવઠા માટે પસાર થતા કેબલમાં ગત મોડી સાંજે કોઇ અગમ્ય કારણોસર ધડાકાભેર આગ લાગતા સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી.

સદનસીબે આમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બનાવની જાણ તુરંત DGVCL ના લોકલ કર્મચારીને કરાતા તેમણે જે તે વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી દેતા વધુ નુકશાન થતું અટકી જવા પામ્યું હતું. લાઇનમા આવતા રહેણાક લોકોના મકાનો અને દુકાનોમાં લાગેલા વીજ ઉપકરણોમાં કેટલું નુકશાન થયું છે તે તો વીજ પુરવઠો ફરી ચાલુ થાય ત્યારે જ ખબર પડશે. સ્થાનિક વીજ કર્મચારીઓની સાથે ગ્રામજનો પણ તેમના કામમાં મદદરૂપ બન્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

શિવ કૃપા સોસાયટીના રહીશોએ થાળી વગાડી નગરપાલિકાના બેહરા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

ProudOfGujarat

સેદરડા અને કોટામુઈ વચ્ચેનો પુલ ધરાશાયી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ભરાતો શુક્રવારનો હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!