અંગ્રેજોને દેશમાંથી ભગાડવા, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવી અને દેશબાંધવોને તેમના સ્વતંત્ર્ય દેશમાં જીવવાનો હક અપાવવો આ એકમાત્ર ધ્યેય સાથે આ લડવૈયાઓ મેદાનમાં કુદી પડ્યાં હતાં. અંગ્રેજોની લાકડીઓ ખાધી, ઉપવાસ કર્યા, જેલવાસ ભોગવ્યો, ઘરસંસારની ચિંતા છોડી દેશ માટે લડયા તેવા આ દેશના ઘડવૈયા, લડવૈયાઓને દેશ તેના સ્વાતંત્ર્યના 75માં વર્ષે યાદ કરી રહ્યો છે.
આ નિમિતે આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું બહુમાન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આઝાદીના આ લડવૈયાઓના ઘરેઘરે જઇને શાલ ઓઢાળીને તેમનું સન્માન કરાઇ રહ્યું છે અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરાઇ રહી છે પરંતુ મોટી ઉંમર અને નાદુરસ્ત તબિયતને લઇને આ સ્વાતંત્ર્ય સેનાનીઓ હાજરી આપી શકે નથી. દેશ ને આઝાદી અપાવવા માં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા 91 વર્ષના ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદાર નું સન્માન કરવામાં આવ્યું હતું .
વહીવટી તંત્ર ના અધિકારીઓ અને રોજગાર મંત્રી દિલીપ કુમાર ઠાકોર અને ભરૂચ ના ધારા સભ્ય દુસ્યત પટેલ ભરૂચ કલેકટર એમ.ડી.મોડિયા સહિત ના પદ અધિકારી ઓએ કેસૂમામા ના ચકલા જઈ સન્માન કર્યું હતું . દેશના ઘડતરમાં જેમનો પાયો રહેલો છે તેવા નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશના સાચા હીરો છે. તેમના બલિદાન, લડતો, ખુમારી, દેશદાજ, રાષ્ટ્રપ્રેમ તમામ નાગરીકો માટે પ્રેરણાદાયી છે.
દેશ આઝાદ થયેને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે દેશને આઝાદી આપવામામા ભરૂચના એક સ્વાતંત્ર્ય સેનાની કે જેમો સિહ ફાળો રહ્યો છે તેઓની મુલાકાત લેવામાં આવી હટી અને તેમણે આઝાદીની અમુક ઘટનો રજૂ કરી હતી . ભરુચ જિલ્લામાં બે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જે ભરુચ માટે ઘણી સગભાગ્યની વાત છે અને દર વર્ષે ભરુચ જીલ્લામાં સાવતાંતરી સેનાનીઓને કાર્યક્રમ દરમિયાન સન્માનીત કરી અને દેશને આપેલ તેની ગર્વ પ્રત્યે આભાર માનવમાં આવે છે . તેમના રોમેરોમમાં , મન-દિલમાં ઠાંસીઠાંસીને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ ભરેલી છે.
પરંતુ આ વર્ષે બંને સેનાનીઓની ઉમર વધુ હોવાને કારણે કાર્યક્રમમાં આવે તેમ ન હોવાને કારણે તેઓની ધારા સભ્ય દુષ્યંત પટેલ ભરૂચ કલેકટર એમ.ડી.મોડિયા સહિત ના પદ અધિકારી ઓએ રૂબરૂ તેઓના ઘરે જય મુલાકાત લીધી હતી અને શાલ ઓઢવી અને પુશગુચ્છ અર્પણ કરી અને આભાર માન્યો હતો.