આજરોજ 14 મી ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાનના 75 વર્ષ પહેલા ભાગલા પડ્યા હતા. તે દિવસથી 14 મી ઓગષ્ટના દિવસને અખંડ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંથકમાં અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુ પરિષદના સ્થાપક માનનીય ડો. પ્રવીણ તોગડિયા દ્વારા અખંડ ભારત હિન્દુ પરિષદ સ્થાપવામાં આવી હતી. આજરોજ અખંડ ભારતના કાર્યક્રમો એક હજારથી વધુ જગ્યાએ લાખો કાર્યકર્તા દ્વારા યોજાઇ રહ્યા છે. ખાસ કરીને સમૃદ્ધ ભારત અને ભયમુક્ત ભારત અને અખંડ ભારતની રચનામાં ડો. પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ જે કાર્યક્રમો યોજાશે તેના ભાગરૂપે બધા જ કાર્યકર્તાઓની માંગણી અને લાગણી રહી છે કે અખંડ ભારત માત્ર કાર્યક્રમ પૂરતો જ નહીં પરંતુ અખંડ ભારતમાં ભૂમિકા ભજવી અને કઇ રીતની થાય તે રીતની છે. જે 14 મી ઓગષ્ટના રોજ ભારત દેશ આઝાદ થયો હતો તેના અનુસંધાને અખંડ ભારતની ભાવના ફરી જાગે તે માટે દેશના તમામ નાગરિકો યોગ્ય ફાળવણી આપે તેવી માંગ કરી રહ્યા હતા.
અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શક્તિસ્તંભ, નર્મદા મૈયા બ્રિજ નીચે અને શક્તિનાથ વિસ્તાર ખાતે હાથમાં બેનર અને પોસ્ટરો લઈ અને રેલી યોજવામાં આવી હતી.
ભરૂચ : અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરાઇ.
Advertisement