તાજેતરમાં ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં અર્બન લોકલ બોડી માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખશ્રી આર.વી.પટેલ, ચીફ ઓફીસરશ્રી સોની તથા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અને રોગી કલ્યાણ સમિતિના તમામ નિમાયેલા સભ્યો વગેરે હાજર રહ્યા હતા.
આ વર્કશોપી શરૂઆતમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. જે.એસ.દુલેરાએ આમંત્રિત તમમ સભ્યશ્રીઓને આવકારી વર્કશોપની શરૂઆત કરી હતી અને વર્કશોપનો મૂળભૂત હેતુ સમજાવ્યો હતો.
નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તથા નગર પાલિકાના પ્રમુખશ્રીએ વર્કશોપમાં પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. જે.એસ.દુલેરાએ અર્બન હેલ્થ મિશન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને અર્બન હેલ્થ મિશન અંતર્ગત ભરૂચ શહેરના ત્રણ અને અંકલેશ્વરના બે એક કુલ પાંચ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંગેની કામગીરીની તેમજ તેન મહેકમને લગતી વિગતો પુરી પાડી હતી. આ ઉપરાંત આરોગ્યની વિવિધ યોજનાઓની સમજ ઉપસ્થિત તમામને આપી આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લોકો સુધી પહોંચાડવા અનુરોધ પણ કરેલ હતો.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અર્બન હેલ્થ સેન્ટરના નાના-મોટા પ્રશ્નોની રજુઆતની ચર્ચા પણ કરવામાં આવી હતી.
અર્બન હેલ્થ સેન્ટરના બાંધકામ માટેના પ્રશ્નો જેવા કે જમીન સંપાદનના કામમાં માન. પ્રમુખશ્રીએ હકારાત્મક વલણ દાખવી સત્વરે જમીન મેળવવા માટે સહીયારો કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ માટે ચીફ ઓફીસરશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીનો ખુબ સારો સાથ અને સહકાર સાંપડેલ છે.
કાર્યક્રમના અંતમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ઉપસ્થિત તમામનો સાભા માની કાર્યક્રમની પૂર્ણાહૂતી કરી હતી.