ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય સંગ્રામની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર ઉજાવણી કરવામાં આવશે. આ વર્ષે પણ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને ભરૂચની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ કેબિનીત પ્રધાન દીલિપ ઠાકોર ધ્વજ વંદન કરશે.
આવતીકાલના રોજ સવારે 9 કલાકે ભરૂચ જિલ્લા કક્ષાનો 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે જેનું ગ્રાન્ડ રિહર્સલ શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતમાં યોજાઇ હતી. જેમાં પોલીસ પરેડ કાર્યક્રમ પણ યોજવામાં આવી રહયો છે.
રાજ્યમાં પણ 15 મી ઓગસ્ટની ઉજવણીને લઈને રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મહત્તમ એક હજારની મર્યાદામાં જ લોકો હાજર રહી શકશે. તો જિલ્લા કક્ષાના સરકારી ધ્વજવંદનના કાર્યક્રમમાં મહત્તમ એક હજાર લોકો હાજર રહી શકશે.
તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 500 લોકોની તો ગઈકાલે યોજાનારા અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમમાં પણ 500 ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. કોરોનાની સ્થિતિને જોતા ધ્વજવંદન કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.