Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી પાકોમાં વાયુ પ્રદુષણના કારણે નાશ પામેલ ખેતીનું વળતર સહિત અનેક મુદ્દે કલેકટરને આવેદન પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ભરૂચ, જંબુસર, આમોદ, વાગરા, વાલીયા અને ઝઘડીયા તાલુકાઓમાં હવામાં રહેલા વાયુ પ્રદુષણના કારણે કપાસ, તુવેર, શાકભાજી, ફુલઝાડ સહિતના અન્ય પાકોને નુકસાન થવાના અનેક કિસ્સાઓ આવી રહ્યા છે. આ બાબતે જિલ્લા કોંગ્રેસ સહિત અનેક સ્વૈચ્છીક સંગઠનો, ખેડૂત સંગઠનો, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યઓ દ્વ્રારા અનેક રજુઆતો થઈ છે. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તેમજ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જાત માહિતી મેળવી અને તેઓ દ્વારા પણ રાહત પેકેજની માંગણી કરવામાં આવી હતી. જિલ્લાના અનેક હોદ્દેદારોએ પણ કલેક્ટર ભરુચ સમક્ષ ઉપરોક્ત વિષય ઉપર અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા તેમજ ભવિષ્યમાં ખેતી અને પર્યાવરણની સુરક્ષા માટે પગલાં ભરવા માંગણી મૂકી ધ્યાન દોર્યું છે. કલેક્ટરએ પણ આ અંગે જિલ્લાના સંબધિત અધિકારીઓની ટીમ સાથે જાત માહિતી મેળવવા સ્થળ તપાસ રૂબરૂ જઈ કરી છે. તેમજ હવામાં ૨૪D ની હાજરી ચકાસવા અંગે કાર્યવાહી કરી છે. જેમાં ખુબ મોડુ થવા પામેલ છે. 24D ની હાજરી અંગેની ચકાસણી ડાયગ્રોસીસ ટીમની મુલાકાત બાદ તુરંત થવી જોઈતી હતી. આ વિલંબના કારણે વાયુ પ્રદુષણ બહાર કાઢતા એકમોને સચેત થવાનો સમય મળી ગયો છે. જેથી અત્યારના સંજોગોમાં હવામાં ૨૪D ની હાજરી ની ચકાસણી આવા ઉદ્યોગોને ક્લીન ચીટ આપવાનું આયોજનબધ કાવતરું જણાય રહ્યું છે.

ભરૂચ જીલ્લાના ખેડૂતોની ફરિયાદના પગલે ખેતીવાડી અધિકારી ભરૂચ દ્વારા ડાયગ્રોસીસ ટીમની રચના તા.૨૦/૦૭/૨૦૨૧ ના કરી તેઓ મારફત અસરગ્રસ્ત વિસ્તારોના ખેતરોના ઉભા પાકની સ્થળ તપાસ કરી પ્રાથમિક રિપોર્ટ તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ના રોજ કલેક્ટરને આપવામાં આવ્યો હતો. આ ડાયગ્રોસીસ ટીમમાં કૃષિ યુનિવર્સિટી નવસારીના વૈજ્ઞાનિકો તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી ભરૂચના અધિકારીઓ દ્વારા અવલોકનો અને અભિપ્રાયો મુજબ હવામાં 24D ની હાજરી છે તેવું રિપોર્ટમાં સ્પષ્ટ જણાવેલ છે. તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ના રિપોર્ટના આધારે ભરૂચ જિલ્લાના ખેતી પાકો જેવા કે કપાસ તુવેર શાકભાજી સહિત અન્યપાકો અને બિન ખેડાણ જમીન ઉપરના ઝાડોમાં પણ વિકૃતિ જોવા મળેલ છે. જેના કારણે છોડનો વિકાસ રૂંધાયો છે. અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ડાયગ્રોસીસ ટીમના રિપોર્ટના અવલોકનો અને તેઓના અભિપ્રાયો ધ્યાને લેતા આ પ્રકારની અસર નજીકના ઔદ્યોગિક એકમોના ફીનોકસી કમ્પાઉન્ડ જેવા 24D અને 24DB હવામાં રહેલા વાયુ પ્રદુષણના કારણે થતી હોય એવી ડાયગ્રોસીસ ટીમ નો સ્પષ્ટ અભિપ્રાય છે. જેથી આ માનવસર્જિત આપદા ખેડૂતો ઉપર આવી છે. એવું સાબિત થાય છે.

Advertisement

ઉપરોક્ત બાબતે ખેડૂતોને ન્યાય આપવા બાબતે “ડાયગ્રોસીસ ટીમના રિપોર્ટના આધારે આ વિસ્તારના 24D નું ઉત્પાદન કરતા એકમોને તાત્કાલીક ક્લોઝર આપવા, ખેતી પાકોમાં નુકસાનનું સર્વે તાત્કાલિક હાથ ધરવા સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપી દિન-૭ મા સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ અંગેની દરખાસ્ત સરકાર સમક્ષ મુકવા, જે ખેડૂતોએ પોતાના ખેતરોનો પાક નાશ થવાથી સાફ કરી નાખ્યો છે તેઓનો સર્વેમાં સમાવેશ કરવા, ખેતી પાકો અને માનવજાત ઉપર ભવિષ્યમાં આ પ્રમાણે ની આપદા ન ઉભી થાય એના માટે સરકાર જી.પી.સી.બી માં જ અલગ સેલ બનાવી વાયુ પ્રદૂષણ અંગે સતત મોનીટરીંગ માટે વ્યવસ્થા ગોઠવવા તેમજ આ સેલ કાયમી પારદર્શિતા સાથે હવામાં રહેલા 24D ની હાજરી અંગેના પ્રદૂષણના આંકડા જાહેર કરતું રહે, સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને હેકટર દીઠ એક લાખ રૂપિયાની નુકશાની વળતર અંગેની સહાય મળે તે પૈકી પચાસહજાર રૂપિયા વચગાળાની રાહત પેટે તાત્કાલિક મળે, વિગતવાર સર્વે પછી બાકી ની સહાય તાત્કાલિક આપવા, ડાયગ્રોસીસ ટીમ અને કૃષિ નિષણાતોના અભિપ્રાય મુજબ દ્રી-દળી અને તેલીબીયા પાકોમાં વિકૃતિ જોવા મળેલ હોય ભવિષ્યમાં આ પાકો કરવા નથી. જેથી આ વિસ્તારના ખેડુતોએ કયા પ્રકારની ખેતી કરવી એ અંગેનું માર્ગદર્શન માટે સરકાર દ્વારા તાત્કાલિક એક સેલ ઉભુ કરવામાં આવે, માનવ જાત ઉપર વાયુ પ્રદુષણના કારણે અસરો જોવા મળી રહી છે જે બાબત આરોગ્ય વિભાગ અને આઈ.એમ.એ દ્વારા તલસ્પર્શી તપાસ કરાવવા” જેવી માંગણીઓ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટર ભરુચને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, સુલેમાનભાઈ પટેલ, શેરખાન પઠાણ, ભૂપેન્દ્રસિંહ દાયમાં, શમસાદ સૈયદ તેમજ અન્ય કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ તાલુકાના ઝનોર ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપ કુલકર્ણીની બદલી કરાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચના વડાપડા રોડના વેપારીઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!